સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટું ઓપરરેશન પાર પાડ્યું છે. ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો મુખ્ય સુત્રધાર ઝડપાયો છે. સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો મુખ્ય ખેલાડી હર્ષિત જૈન દુબઈથી ઝડપાયો છે.એસપી નિર્લિપ્ત રાયની ટીમે હર્ષિત જૈનને દુબઈથી દબોચી લીધો. હર્ષિત જૈન માધુપુરા ક્રિકેટ સટ્ટકાંડનો મુખ્ય સૂત્રધાર છે ૨૨૦૦ કરોડથી વધુના આ સટ્ટાકાંડમાં પોલીસે તેની ધરપકડ કરી . મહત્વનું છે કે હર્ષિત જૈન સામે લુકઆઉટ સર્ક્યુલર અને રેડ કોર્નર નોટિસ પણ જારી કરાઇ હતી.હર્ષિત જૈન ૧ કરતા વધારે વર્ષથી ફરાર હતો અને પોલીસે હર્ષિત જૈન સામે લુકઆઉટ સક્યુલર રેડ કોર્નર નોટિસ પણ કાઢી હતી, જા કે અત્યાર સુધી તે પોલીસ પકડથી દુર રહેવામાં સફળ રહ્યો હતો. પરંતુ આજે દુબઈ પોલીસની મદદથી ગુજરાતની સ્ટેટ મોનિટરીંગ સેલે આ ઓપરેશન પાર પાડયું૨૮ માર્ચ ૨૦૨૩ના રોજ અમદાવાદના માધુપુરામાં અમદાવાદ પીસીબીની ટીમે દરોડા પાડીને સટ્ટાકાંડ ઝડપી પાડયો હતો બેંકના એકાઉન્ટમાં ટ્રાન્ઝેકશન કરવામાં આવતું હતુ અને તે રૂપિયાનો ઉપયોગ ક્રિકેટના સટ્ટામાં થઈ રહ્યો હતો તેવી માહિતી પોલીસને હતી અને પોલીસે તપાસ કરી હતી તો લેપટોપ અને ચેકબુક પણ મળી આવી હતી.પોલીસની તપાસમાં સામે આવ્યું હતુ કે, એક મોબાઈલમાં એપ્લિકેશન હતી અને તે એપ્લિકેશન ડાઉનલોડ કરીને બુકીઓ સટ્ટો રમાડતા હતા, અલગ-અલગ લોકોને એજન્ટ બનાવી આઈડી ઉભા કરવામાં આવતા હતા અને તે એજન્ટોના મારફતે લોકો સટ્ટો રમતા હતા.








































