વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા તમિલનાડુના રાજકારણમાં મોટો ઉથલપાથલ થયો છે. ટીટીવી દિનાકરણના નેતૃત્વ હેઠળના અમ્મા મક્કલ મુનેત્ર કઝગમ અથવા એએમએમકેએ બુધવારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણથી અલગ થવાની જાહેરાત કરી. દિનાકરણે ભાજપ પર ‘વિશ્વાસઘાત’ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમનો પક્ષ હવે આ જાડાણ એટલે કે એનડીએનો ભાગ રહેશે નહીં. તમને જણાવી દઈએ કે એએમએમકેએ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ૨ બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ તેને સફળતા મળી ન હતી. તમને જણાવી દઈએ કે તામિલનાડુમાં એપ્રિલ ૨૦૨૬ની આસપાસ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.એએમએમકેની સ્થાપના ૨૦૧૮ માંં ટીટીવી દિનાકરણ દ્વારા કરવામાં આવી હતી, જે અગાઉ એઆઇએડીએમકેના નેતા હતા. એઆઇએડીએમકેમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ, દિનાકરણે પોતાની પાર્ટી બનાવી, જે જયલલિતાના વારસાને આગળ ધપાવવાનો દાવો કરે છે. એએમએમકેના મતે, પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય તમિલનાડુના લોકોના અધિકારો માટે લડવાનો અને તેમનો અવાજ ઉઠાવવાનો છે. કુડ્ડલોર જિલ્લાના કટ્ટુમન્નારકોઇલમાં પત્રકારો સાથે વાત કરતા, દિનાકરણે કહ્યું, ‘અમારી પાર્ટી એએમએમકે કેટલાક લોકોના છેતરપિંડી સામે શરૂ કરવામાં આવી હતી. અમે વિચાર્યું હતું કે કદાચ દિલ્હીમાં બેઠેલા લોકો બદલાઈ જશે અથવા તેમની બદલી કરવામાં આવશે, પરંતુ એવું કંઈ થયું નહીં.’દિનાકરણે કટાક્ષ કર્યો, ‘અમે બીજાઓને ખભા પર ઉંચકીને ચાલતા રહેવા જેવા મૂર્ખ નથી. અમે ઘણા મહિનાઓ સુધી દિલ્હીથી સારા નિર્ણયની રાહ જાઈ, પણ હવે અમને કંઈ થતું દેખાતું નથી.’ દિનાકરણે સ્પષ્ટ કર્યું કે તેમનો પક્ષ હવે દ્ગડ્ઢછ થી સંપૂર્ણપણે અલગ થઈ રહ્યો છે. તેમણે કહ્યું, ‘અમે ડિસેમ્બરમાં અમારી આગામી રણનીતિ જાહેર કરીશું.’ જાકે, તેમણે આ ‘છેતરપિંડી’ પાછળ કોણ છે તે જાહેર કર્યું નહીં.એએમએમકે તમિલનાડુમાં દ્ગડ્ઢછ થી અલગ થનાર બીજા પક્ષ છે. તાજેતરમાં,એઆઇએડીએમકેમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા ઓ. પન્નીરસેલ્વમે પણ પોતાનો પક્ષ એનડીએમાંથી બહાર કાઢ્યો હતો. તમિલનાડુમાં એનડીએ હાલમાં એઆઇએડીએમકેનું નેતૃત્વ કરે છે, જેણે આ વર્ષે એપ્રિલમાં ફરીથી ભાજપ સાથે જાડાણ કર્યું હતું. ૨૦૨૩ માં બંને પક્ષો થોડા સમય માટે અલગ થઈ ગયા હતા, પરંતુ પછીથી ફરીથી હાથ મિલાવ્યા.૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં, એએમએમકેએ તમિલનાડુની બે બેઠકો, થેની અને તિરુચિરાપલ્લી પરથી એનડીએ સાથે જાડાણ કરીને ચૂંટણી લડી હતી, પરંતુ બંને જગ્યાએ હારી ગઈ હતી. દિનાકરણે પોતે થેની બેઠક પરથી પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ સફળ થયા ન હતા. દિનાકરણના આ નિર્ણયથી તમિલનાડુના રાજકારણમાં નવો હલચલ મચી ગઈ છે. હવે બધાની નજર એએમએમકે ડિસેમ્બરમાં શું નવી જાહેરાત કરે છે અને શું તે નવા જાડાણ તરફ આગળ વધશે તેના પર છે. હાલમાં, ભાજપ અને એનડીએ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે, કારણ કે તે તમિલનાડુમાં પોતાનો આધાર મજબૂત કરવામાં વ્યસ્ત છે.