ખોડલધામ કાગવડ દ્વારા સર્વ સમાજ માટે નિર્મિત કેન્સર હોસ્પિટલના લાભાર્થે મા ખોડલના રથનું કુંકાવાવ ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કુંકાવાવ શહેરના તમામ વિસ્તારમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ આરતીમાં બાવકુભાઈ ઊંધાડ, મનીષભાઈ સંઘાણી, વસંતભાઈ મોવલિયા, પ્રેમજીભાઈ ડોબરીયા, કાગવડથી ગોપાલભાઈ રૂપાપરા, અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર રમેશભાઈ કાથરોટીયા, સુરેશભાઈ દેસાઈ, જે.પી. માલવિયા, ડોક્ટર રામાણી, અરવિંદભાઈ ડોબરીયા, રાજુભાઈ ગઢીયા, ગણપતભાઇ સેંજલિયા, રામભાઇ ગજેરા, રાજુભાઈ ફીણવિયા, વિશાલભાઈ પડશાલા તથા બહોળી સંખ્યામાં કુંકાવાવના લોકો આરતીમાં જોડાયા હતા.








































