અમરેલી જિલ્લાના લેઉવા પટેલ સમાજના અગ્રણી બાવકુભાઈ ઉંધાડ અને તેમના પરિવાર દ્વારા અમરેલી જિલ્લામાં આવેલી ૬૧ વીઘા જમીન શ્રી ખોડલધામ કાગવડ ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી છે. તેમના આ નિર્ણય બદલ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓએ અભિનંદન આપી સન્માન કર્યું હતું. આ તકે બાવકુભાઈ ઉંધાડે જણાવ્યું હતું કે સમાજ પ્રત્યેની મારી નિષ્ઠા અને ફરજ સમજીને આ જમીનનું દાન શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડને અર્પણ કરી રહ્યો છું. જમીનનું દાન આપવા બદલ ઉંધાડ પરિવાર પર સમગ્ર રાજ્યમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.








































