સાવરકુંડલાની કે.કે. હાઈસ્કૂલ ખાતે તાલુકાકક્ષાની શાળાકીય એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ શાળાની વિદ્યાર્થિની બહેનોએ જુદી-જુદી એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરેલ છે. જેમાં ૧૫ જેટલી વિદ્યાર્થિની બહેનોએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ૯ થી વધારે બહેનોએ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. શાળાની તમામ બહેનોને શાળાના આચાર્યા ઉષાબેન તેરૈયા અને વ્યાયામ શિક્ષિકા દેવીબેન રાઠોડ દ્વારા રમતો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિજેતા તમામ વિદ્યાર્થિની બહેનોને સમગ્ર શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.