ધારી પંથકમાં છેલ્લા ઘણા સમયથી ખેતીવાડીમાં અનિયમિત વીજ પુરવઠો મળતો હોવાથી ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ફતેગઢ અને ખીચા ગામના ખેડૂતો રજૂઆત માટે ધારી વીજ કચેરીએ ઘસી ગયા હતા. ફતેગઢ અને ખીચા ગામના ખેડૂતોએ ટોળા સ્વરૂપે વીજ કચેરીએ જઈ રજૂઆત કરી હતી કે ખેતીવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અનિયમિત વીજ પુરવઠો મળી રહ્યો છે જેના કારણે ખેત મોલાતને ભારે નુકસાન થઈ રહ્યું છે. ૮ કલાકની વીજળીમાં પાવર ટ્રીપીંગને કારણે અને અનેકવાર વીજકાપનો સામનો કરવો પડે છે. જોકે નાયબ ઇજનેરે ખેડૂતોની વ્યથા સાંભળી સમસ્યાના નિરાકરણની ખાતરી આપતા ખેડૂતોએ અધિકારીનો આભાર માન્યો હતો.









































