અમરેલી જિલ્લામાં ત્રણ લોકોએ વિવિધ કારણોસર જીવન ટૂંકાવ્યું હતું. અમરેલીમાં કસ્બાવાડમાં રહેતા સઈદભાઈ યુસુફભાઈ શેખ (ઉ.વ.૨૨)એ જાહેર કર્યા મુજબ, યુસુફભાઈ અલારખભાઈ શેખ (ઉ.વ.૬૩)એ બેંક લોન તથા બીજા ઉછીના પૈસા લીધા હતા. જેના હપ્તા ચૂકવી ન શકતાં ઝેરી પાવડર પીતાં મોત થયું હતું. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.વાય. કાઝી વધુ તપાસ કરી રહ્યા છે. અમરેલીમાં જેસીંગપરામાં રહેતા કરણભાઈ રાકેશભાઈ ચંગોત્રા (ઉ.વ.૨૪)એ જાહેર કર્યા મુજબ, રાકેશભાઈ જનકરાજ ચંગોત્રાએ અગમ્ય કારણોસર ઝેરી પાવડર પીતાં સારવાર દરમિયાન મોત થયું હતું. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ. બી. સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે. રાજુલામાં રહેતા રાજુભાઈ બચુભાઈ મીઠાણી (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, રેનીશભાઈ રાજુભાઈ મીઠાણી (ઉ.વ.૨૫)એ અગમ્ય કારણોસર રૂમની અંદર પોતાની મેળે પંખા સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લેતા મરણ પામ્યા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.વી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.







































