ઉત્તર પ્રદેશથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ અહીં એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડીવાઈડર કૂદી અને સામે આવતી ટ્રક સાથે ઘડાકાભેર અથડાઇ હતી. અત્યાર સુધી મળતી માહિતી મુજબ આ ખૌફનાક દુર્ઘટનામાં ૫ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. આ તરફ એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને લઈ સ્થળ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક બેકાબૂ કાર ટ્રક સાથે અથડાતા એક ખૌફનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુઃખદ માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા. મૈનપુરીના બેવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીટી રોડ હાઇવે પર આ અકસ્માત થયો. આ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચ લોકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. આ સાથે સ્થાનિક ચર્ચાઆૅ અનુસાર આ બધા લોકો જન્મદિવસની પાર્ટીમાંથી છિબ્રમો પરત ફરી રહ્યા હતા.

.વિગતો મુજબ આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. આ તરફ એક છોકરી ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માત બાદ વાહનોની લાંબી લાઇન લાગી ગઈ હતી. લોકો એક કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા. જોકે સ્થાનિક પોલીસને માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અંગે ખસેડવામાં આવ્યા હતા.