કોડીનાર તાલુકાના ડોળાસા ગામે તા.૨૬ જુલાઈની વહેલી સવારે છ વાગ્યે એક સિંહણ નવાપરા વિસ્તારમાં ઘૂસી આવી અને એક વાછરડાનું મારણ કર્યું હતું. દિવસના પ્રકાશમાં રાની પશુઓ શિકાર કરવા લાગતા લોકોમાં ભય ફેલાયો છે. ડોળાસા ઉપરાંત બાજુમાં આવેલા બોડીદર, સોનપરા, અડવી, પાંચ પીપળવા, માલગામ, વેળવા, ફાફણી વગેરે ગામોમાં પણ રાની પશુઓ ઘૂસી ઢોરનું મારણ કરી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભય છવાયો છે. લોકોનો ભય દૂર કરવા આ રાની પશુઓને જામવાળા જંગલખાતા દ્વારા પાંજરે પૂરવાની માંગ ઉઠી છે.