કોડીનારની જે.એસ. પરમાર કોલેજ ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ૨૬ જુલાઈના દિવસને યાદ કરીને યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે વિદ્યાર્થીઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિરૂપે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ નિમિત્તે પીએલવી પ્રકાશ જે. મકવાણા, કોલેજના આચાર્ય પ્રો.બી.એસ. ઝણકાટ, એન.એસ.એસ. કોર્ડીનેટર ડો. હર્ષદ પટેલ, વીર દેદાજી સાયન્સ કોલેજના એસ.ઓ.ડી. રાજેશ બાંભણિયા, સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.