ધારી તાલુકાના ગોપાલગ્રામ ખાતે આવેલી ઓ.પી. ઝાટકિયા હાઈસ્કૂલમાં ફરજ બજાવતા નિમિષાબેન પરમાર તથા હરેશભાઈ ડાંગરની અન્ય શૈક્ષણિક સંસ્થામાં કાયમી નિમણૂક થતા શાળાના ટ્રસ્ટી સરપંચ તેમજ શાળા પરિવાર દ્વારા શુક્રવારના રોજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. શાળાના ટ્રસ્ટી પ્રતાપભાઈ વાળાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે બંને શિક્ષકો દ્વારા અભ્યાસની સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ તેમનું બહુમૂલ્ય યોગદાન કાયમી યાદ રહેશે. શાળા પરિવાર અને આચાર્ય દ્વારા તેમને ભેટ આપી દીર્ઘાયુ જીવનની કામના સાથે વિદાય આપવામાં આવી હતી.