ચલાલા ખાતે આવેલ સૈનિક સ્કૂલ ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ તેવા મહેશભાઈ મહેતા, શીતલબેન મહેતા અને ચંદ્ર મૌલિક ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન શાળાના પ્રિન્સિપાલ દ્વારા રાખવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા કારગિલ વિજય દિવસની એકબીજાને શુભકામના આપવામાં આવી હતી.