જાફરાબાદ ટાઉનમાં અમારા પર મેલી વિદ્યા કરી છે તેવી શંકા કરી જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુ માર્યા હતા. બનાવ અંગે ભાણીબેન કાનજીભાઈ શિયાળએ શામજીભાઈ બારૈયા, જાહીબેન શામજીભાઈ બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સામાવાળાને એમ લાગ્યું કે, તેણે તેમના પર મેલી વિદ્યા કરી છે તેવી શંકા રાખી જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો.