પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટા ઝીંઝુડામાં નોન કોમ્યુકેબલ સીઝ (NCD) બીન ચેપી રોગના હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટા ઝિંઝુડા ગામના સરપંચ પંકજભાઈ ઉનાવા દ્વારા તથા તાલુકા પંચાયત સદસ્ય ઇલાબેન દ્વારા કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કેમ્પની અંદર ૩૦ વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓનું સ્ક્રિનિંગ કરી જરૂરી લેબોરેટરી તપાસ અને દવાઓ આપવામાં આવી તથા સગર્ભા માતાની તપાસ અને જરૂરી દવાઓ આપવામાં આવી હતી. કેમ્પનો ૭૦ જેટલા લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો.