પાંચતલાવડા ગામેથી રૂપિયા ૩૫,૦૦૦ની કિંમતના બાઈકની ચોરી થઈ હતી. બનાવ અંગે હિંમતભાઈ ભીખાભાઈ રોજાસરા (ઉ.વ.૪૪)એ અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, પાંચતલાવડા ગામે આવેલ બસ સ્ટેન્ડ સામેના ભાગે રોડ પરથી અજાણ્યો ઈસમ તેમના બાઈકની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસ ચોપડે બાઈકની કિંમત ૩૫,૦૦૦ જાહેર થઈ હતી. લીલીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ સી.બી. ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે.