સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે આવેલી શ્રી ગાધકડા પ્રાથમિક શાળા, શ્રી પ્લોટ પ્રાથમિક શાળા અને કલ્યાણપુર પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ-૧માં પ્રવેશ મેળવનાર કુલ ૪૨ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દાતા લાલજીભાઈ શેલડીયા-સુરત દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયાના હસ્તે બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરીયા, રવજીભાઈ શેલડીયા, ભાસ્કરભાઈ જાની, ઘનશ્યામભાઈ ઠુંમર, નારણભાઈ કમાણી, મુકેશભાઈ ઠુંમર તેમજ શાળાના આચાર્ય અને સ્ટાફ ગણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.