અમરેલી તાલુકામાં રવિવાર સાંજથી જ મેઘરાજાએ મહેરબાની કરી છે. રવિવાર સાંજે ધીમી ધારે શરૂ થયેલ વરસાદ સોમવારે બપોર બાદ ધોધમાર વરસ્યો હતો. અમરેલી તાલુકાના બાબાપુર, ભંડારીયા, મેડી, તરવડા, નાના માંડવડા સહિતના ગામોમાં સૂપડા ધારે વરસાદ પડ્યો હતો. નાના ભંડારીયા, વડેરા, રંગપુર, મોટા આંકડીયા, કાઠમા સહિતના ગામોમાં ભારે વરસાદથી નદી-નાળા છલકાઈ ગયા હતા. ગોખરવાળા, ચક્કરગઢ, દેવળીયા સહિત તાલુકાભરના ગામડાઓમાં ભારે વરસાદથી વાડી-ખેતર બેટમાં ફેરવાઈ ગયા છે.