ધારીના બોરડી ગામે વીજળી પડતાં ખેતમજૂરનું મોત થયું હતું. બનાવ અંગે મૂળ દાહોદના ફતેપુરાના કરમેલ ગામના અને હાલ બોરડી ગામે દેવશીભાઈ સુખાભાઈ બલદાણીયાની વાડીએ રહેતા ચીમનભાઈ ચેતનભાઈ લાસણ (ઉ.વ.૨૬)એ જાહેર કર્યા મુજબ, કમલેશભાઈ ચેતનભાઈ લાસણ (ઉ.વ.૩૨) ખેતરમાં કામકાજ કરતા હતા ત્યારે વરસાદ ચાલુ હતો. અચાનક વીજળીનો શેરડો પડતાં તેનો કરંટ લાગતાં તેમનું મોત થયું હતું. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. એમ. માંજરીયા વધુ તપાસ કરી રહ્યા છે.