બાબરાના કરિયાણા ગામે વેપારીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. હિતેશભાઇ બાલાભાઇ બડમલીયા (ઉ.વ.૩૭એ પાંચાભાઇ કરશનભાઈ વાટુકીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના સગાભાઇ વિપુલભાઇ કરીયાણા ગામે મોમાઇ એજ્યુ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવતા હતા. જે જમીનની બાજુમાં આવેલ જમીન ઉપર પાંચાભાઇ અને તેમના ભાઇઓ પોતાના સમાજના બાળકો માટે છાત્રાલય બનાવવા માંગતા હતા જે બાબતે માથાકૂટ ચાલતી હતી. તેમના ભાઇએ આ જમીન બાબતે કલેક્ટર કચેરી અમરેલી ખાતે આ જમીન શૈક્ષણીક હેતુથી મળવા બાબતે દરખાસ્ત કરી હતી. જેનો ખાર રાખી આરોપીએ તેને ઉભો રાખી જેમફાવે તેમ ગાળો આપી શરીરે મુંઢ માર માર્યો હતો અને અને તેમને તથા તેના ભાઇઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.