ગીર સોમનાથ જિલ્લાનાં ઉના અને ગીરગઢડા તાલુકામાં કમોસમી માવઠામાં પડેલાં ભારે વરસાદ અને પવનના કારણે બાગાયતી ખેતી કેસર કેરી તેમજ તલ, બાજરા, ડુંગળી અને બંદરો પર ડ્રાય ફીશને થયેલાં નુકસાનનો તાત્કાલિક અસરથી સર્વે કરીને વળતર ચુકવવા ઊના ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ઉના અને ગીરગઢડા તાલુકામાં કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારો-લોકોનો સર્વે કરાવી નુકસાની પામેલા ખેડૂતોને સત્વરે સહાય ચુકવવાની કાર્યવાહી હાથ ધરવા ઉના કોંગ્રેસ સમિતિ પ્રમુખ ધીરૂભાઈ સોલંકી, ગીરગઢડા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મનસુખભાઇ ભેસાણીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ ગુણવંતભાઈ તળાવીયા, કાનજીભાઈ સાખટ તેમજ કોંગ્રેસ અગ્રણી આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.