અમરેલીમાં હોમગાર્ડનો રેન્ક સેરેમની, આપદા તાલીમ, વેલ્ફેર ફંડ સહાય વગેરે કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના અધ્યસ્થાને યોજાયો હતો. જિલ્લા કમાન્ડન્ટ રોહિત મહેતાએ અધ્યક્ષનું પુષ્પગુચ્છથી સન્માન કરેલ અને ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત પ્રવિણભાઈ સાવજ અને કું. હંસા મકાણીએ કરેલ. જિલ્લા હોમગાર્ડ દળના જવાનોને બઢતી આપવાના આ કાર્યક્રમમાં મેર અતુલ (સા.કું), બ્લોચ મોહમ્મદ (સા.કું), પંડ્યા કેતન (સા.કું), ગોહિલ અજયસિંહ (રાજુલા), ગાહા જાવેદ (ડુંગર), સાપરિયા શરદ (લીલીયા), સિંગલ હસમુખ (લાઠી), કાટીયા હસમુખ (લાઠી), દેવરા ચંદ્રકાંત (ખાંભા), મોરવાડીયા ભાવેશ (ધારી), પરમાર દિપકકુમાર (બગસરા), ગોસ્વામી અમિતગીરી (જિલ્લા યુનિટ), વ્યાસ રાજેશ (ચલાલા) વગેરેને પ્લાટુન કમાન્ડરનો રેન્ક અર્પણ કરવામાં આવેલ હતો.