અમરેલી સારથી નાગરિક શરાફી સહકારી મંડળીમાંથી લોન લઈ હપ્તા ન ભરનાર આરોપીને કોર્ટે એક વર્ષની સજા તથા ચેક મુજબની રકમ ફરિયાદી મંડળીને ચૂકવવાનો આદેશ કરતા મંડળીમાંથી લોન લઈ નાણાં ન ભરનારાઓમાં ફડફડાટ ફેલાયો છે. અમરેલી રહેતા પ્રદીપભાઈ અશોકભાઈ ભાલુએ અમરેલી સારથી નાગરિક શરાફી સહકારી મંડળીમાંથી રૂ.૧,૦૦,૦૦૦/- પુરા ની લોન લીધેલ ત્યારબાદ આરોપી મંડળીમાં લોન લઈ હપ્તા ન ભરતા હોય રૂ.૯૫,૯૪૫/- પુરા નો ચેક આપી અને પોતાની લોન પેટેની હપ્તાની રકમ પૂર્ણ કરવા જણાવ્યું હતું.જે ચેક અપૂરતા બેલેન્સના કારણે પરત આવેલ, જે બાદમાં મંડળી દ્વારા કોર્ટ અમરેલીમાં ફરિયાદ દાખલ કરી હતી. મંડળી તરફથી એડવોકેટ ચંદ્રેશ બી. મહેતા તથા અશોકભાઈ બી. વાળાએ જરૂરી આધાર પુરાવા અને ધારદાર દલીલો કરી હતી જે ગ્રાહ્ય રાખી અને કોર્ટ ચુકાદો આપતા આરોપીને એક વર્ષની સજા તથા ચેક મુજબ રકમ ફરિયાદી મંડળીને ચૂકવવાનો આદેશ કરેલ છે.