ડોળાસા ગામના રામનગર વિસ્તારમાં યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગણપતિ બાપાની આકર્ષક મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. દરરોજ સવાર-સાંજ ભક્તો દ્વારા બાપાની આરતી અને પૂજા તથા રાત્રિ દરમિયાન વિસ્તારની મહિલાઓ ધૂન, ભજન અને કીર્તન દ્વારા ગણેશજીની ભક્તિમાં લીન થતી હતી. ઉત્સવના સમાપન પર, ૧૭ સપ્ટેમ્બરના રોજ ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને “ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા”ના નારા સાથે બાપાને વિદાય આપી હતી.