મહારાષ્ટના નાગપુરમાં આરએસએસ મુખ્યાલય નજીક વિસ્ફોટકો મળી આવતા ખળભળાટ મચી ગયો છે, જેના કારણે શહેરમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સક ટીમ પણ તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં એક બેગ મળી આવી હતી, જેમાંથી ૧૫ જિલેટીન સ્ટક, ૫૦ ડેટોનેટર અને ૮ કનેક્ટર મળી આવ્યા હતા. આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ, નાગપુરના સીએ રોડ પર દોસર ભવન ચોક વિસ્તારમાં મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા. મેટ્રો સ્ટેશન નજીક એક ઘરના નાના બગીચામાંથી ૧૫ જિલેટીન સ્ટક, ૫૦ ડેટોનેટર અને ૮ કનેક્ટરવાળી બેગ મળી આવી હતી.
મંગળવારે સવારે (૭ એપ્રિલ), ઘરમાલિકે બેગમાં જિલેટીન સ્ટક જાયા અને તરત જ પોલીસને જાણ કરી. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફોરેન્કસ ટીમ ઘટનાસ્થળે પહોંચી, સમગ્ર વિસ્તારને ઘેરી લીધો, શોધખોળ હાથ ધરી અને વિસ્ફોટકોને સુરક્ષિત રીતે જપ્ત કર્યા.
પોલીસના જણાવ્યા મુજબ, આ વિસ્ફોટકો અહીં છેલ્લા દોઢ મહિનાથી સંગ્રહિત હોવાની શંકા છે. પ્રારંભિક તપાસમાં કાટોલ વિસ્તારમાં તાજેતરમાં થયેલા વિસ્ફોટક કંપની અકસ્માત સાથે જાડાણ હોવાનું જણાય છે, જાકે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. આ બાબત હાલમાં તપાસ હેઠળ છે અને લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. જામા મસ્જિત લગભગ ૨૦૦ મીટર દૂર સ્થિતિ છે, પોદ્દારેશ્વર રામ મંદિર ૫૦૦ મીટર દૂર છે અને રાષ્ટીય સ્વયંસેવક સંઘનું મુખ્ય મથક દોઢ થી બે કિલોમીટર દૂર છે. પરિણામે, સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.
નાગપુરના સંયુક્ત પોલીસ કમિશનર નવીન ચંદ્ર રેડ્ડીએ જણાવ્યું હતું કે આ કેસની દરેક ખૂણાથી તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે બગીચામાં વિસ્ફોટકો કોણે મુક્યા, તેનો હેતુ શું હતો અને તેનો ઉપયોગ ક્યા કરવાનો હતો તે સહિતના તમામ પ્રશ્નોના જવાબો શોધવામાં આવી રહ્યા છે. હાલમાં, આ વિસ્તારમાં મોટી પોલીસ દળ તૈનાત છે, અને શંકાસ્પદોની શોધખોળ તેજ કરવામાં આવી છે.