ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્્યું છે. કોંગ્રેસ, ભાજપ અને આપ દ્વારા તેના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જાર લગાવવામાં આવી રહ્યું છે. ગત રોજ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ચૂંટણી પ્રચાર દરમ્યાન વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.
ભાજપ નેતા ભૂષણ ભટ્ટના નિવેદન પર કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપ વિધાનસભા હોય કે લોકસભા તેમાં ધર્મની રાજનીતિ કરતું હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રાથમિક સુવિધાની વાત કરવાની હોય છે. ભાજપ સ્થાનિક સ્વરાજ્યમાં ધર્મની વાત કરે છે. જીંઇ માં બોગસ મતદારોના નામ નીકળી ગયા છે. ખાડિયા દરિયાપુર અને શાહપુરની બેઠક ભાજપ હારી રહ્યું છે.
તેમજ ૨૮ તારીખે મારા શબ્દો યાદ રાખઝો ભાજપ ત્રણ બેઠક પર હારી રહ્યું છે. જે સ્થિતિ દરિયાપુર અને ખાડિયામાં થઈ તેનો ડર છે ભાજપને. ખાડિયામાં ઈમરાન ખેડાવાલાને હિન્દુ મત મળી રહ્યા છે. હિન્દુ મુસ્લિમ સાથ ચલેગા કોટ વિસ્તારમે કોંગ્રેસ કા રાજ ચલેગા. પુત્રને લડાવવાની રાજનીતિ કરી રહ્યા હતા. પણ હવે તેનો મેળ આવે તેમ નથી. આગામી ૭૦ વર્ષ બાદ ભાજપ ખાડિયા હાર્યું છે તેવું જાવા મળશે. યુત્રને લોન્ચ કરવાનો છે પણ તેનો ફીયાસ્કો થવાનો છે. રોડ ડ્રેનેજની વાતમાં પાકિસ્તાન લાવે છે. મુસ્લિમનો મે ના બોલે તો ભાજપ જીતી શકતું નથી.
ગુજરાતમાં ચૂંટણીના પ્રચારમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે. અમદાવાદમાં પૂર્વ ધારાસભ્યએ ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો હતો. ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પાકિસ્તાનનું નામ લઈને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. ખાડિયાને અમે પાકિસ્તાન ક્યારેય નહી બનવા દઈએ. ખાડિયામાં ભલે ઓછા છીએ પણ એક છીએ. ખાડિયામાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ભૂષણ ભટ્ટનું નિવેદન સામે આવ્યું હતું.








































