મહેસાણા જિલ્લાના કડી શહેરમાં વીજ કંપની યુજીવીસીએલની મોટી અને ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. કડીમાં એક સામાન્ય પાન પાર્લર ચલાવતા વેપારીને વીજ કંપની દ્વારા ૬,૮૨,૯૩૦ રૂપિયાનું બિલ પકડાવી દેવામાં આવતા વેપારીના હોશ ઉડી ગયા હતા. આટલી મોટી રકમનું બિલ જાઇને સામાન્ય પરિવારમાંથી આવતા અને નાનો વ્યવસાય કરતા આ દુકાનદાર હેરાન થઇ ગયો હતો. જાકે, બાદમાં મીટર રીડિંગમાં ભૂલ થઇ હોવાનું વીજ કંપનીએ સ્વીકારતા વેપારીના જીવમાં જીવ આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, કડી શહેરના થોળ રોડ સ્થિતિ અંડરબ્રિજ પાસે સીટી પાર્ક શોપિંગ સેન્ટરમાં હિતેશ પટેલની એક દુકાન આવેલી છે. આ દુકાન ભાડે રાખીને દિલીપસિંહ જાદવ નામની વ્યક્તિ પાન-મસાલાનો પાર્લર ચલાવે છે. દિલીપભાઇ આ નાના પાર્લરમાં વીજ વપરાશ માટે માત્ર બે ફ્રીજ, બે લાઇટ અને એક પંખો જ ચલાવે છે. તેઓ જણાવે છે કે સામાન્ય રીતે દર મહિને તેમના પાર્લરનું વીજ બિલ માત્ર ૧૫૦૦થી ૨૦૦૦ની આસપાસ જ આવતું હોય છે.
પરંતુ, તાજેતરમાં કડી યુજીવીસીએલની સિટી ઓફિસમાં ફરજ બજાવતાં કર્મચારીએ શહેરના થોળ રોડ ઉપર મીટર રીડિંગ કરીને બિલ બનાવવાની કામગીરી કરી હતી. આ મીટર રીડિંગ દરમિયાન થયેલી કોઈ ગંભીર માનવીય ભૂલના કારણે દિલીપભાઈના પાન પાર્લરનું બિલ સીધું રૂ. ૬,૮૨,૯૩૦ છપાઈને આવી ગયું હતું. જ્યારે આ બિલ દિલીપભાઈના હાથમાં આવ્યું ત્યારે તેઓ આટલી મોટી રકમ જાઈને ચોંકી ઉઠ્યા હતા અને ગભરાઈ ગયા હતા.
પોતાની વ્યથા ઠાલવતા દિલીપસિંહ જાદવે જણાવ્યું હતું કે, “મારું મહિનાનું બિલ માંડ ૧૫૦૦-૨૦૦૦ રૂપિયા આવે છે, તેના બદલે ૬ લાખ ૮૨ હજારનું બિલ જાઈને હું ગભરાઈ ગયો છું”. વધુમાં તેમણે પોતાની હૈયાવરાળ કાઢતા કહ્યું હતું કે, “આવું બિલ જાઈને મને હાર્ટ એટેકનો દોરો પડી શકે છે. મારો આખો પરિવાર આ જ દુકાનની આવક પર નભે છે. હું આટલું મોટું બિલ કઈ રીતે ભરી શકું? મારી આર્થિક પરિÂસ્થતિ એટલી સદ્ધર નથી કે હું લાખો રૂપિયાનું બિલ ચૂકવી શકું”.








































