યુદ્ધની આગ હવે લોકોના રસોડા સુધી પહોંચી ગઈ છે. પહેલા ગેસ સિલિન્ડરની અછત, ને હવે થાળીમાંની વસ્તુઓ મોંઘી બની રહી છે. મોંઘવારીનો મરણતોલ ફટકો હવે ખાદ્ય તેલ પર જાવા મળી રહ્યો છે. ખાદ્યતેલના ભાવમાં ભડકો થઈ રહ્યો છે. યુદ્ધની સ્થિતિને કારણે સિંગતેલ અને કપાસિયા તેલમાં છેલ્લા દોઢ મહિનામાં તોતિંગ ઉછાળો જાવા મળ્યો છે. સિંગતેલમાં ૧૫૦ રૂપિયા અને કપાસિયા તેલમાં ૨૪૦ રૂપિયાનો પર ડબ્બે વધારો ઝીંકાયો છે.
આંકડા બતાવે છે કે, છેલ્લા દોઢ માસમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ ભડકે બળી રહ્યાં છે. ફેબ્રુઆરી મહિનાથી સતત તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે માત્ર દોઢ મહિનાના ગાળામાં જ ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. હજી હાલમાં જ સિંગતેલના ભાવમાં ૧૦ રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં ૨૦ રૂપિયાનો થયો છે.
વૈશ્વક સ્તરે ચાલી રહેલા યુદ્ધ આ ભાવ વધારા માટે મોટું પરિબળ છે. આંતરરાષ્ટીય બજારમાં ઊભી થયેલી અસ્થરતાની સીધો અસર હવે સ્થાનિક બજારો પર જાવા મળી છે. આ જ કારણ છે કે તેલના ભાવમાં ભડકો થયો છે. તેલના વેપારીઓનું માનવું છે કે, વૈશ્વક બજારમાં કાચા માલના ભાવમાં વધારો અને સપ્લાય ચેઇનમાં આવેલા અવરોધ આવી રહ્યો છે, આ કારણે આ સ્થિતિ સર્જાઈ છે. હજી પણ આગળ ભાવ વધારો શક્્ય છે. આયાત પર આધારિત તેલના ભાવોનું કનેક્શન સીધી રીતે આંતરરાષ્ટીયસંકટ સાથે જાડાયેલુ છે. જેના કારણે સ્થાનિક બજારમાં પણ તેની અસર પડે છે. વેપારીઓએ એ પણ સ્વીકાર્યું છે કે, તેઓને પણ મોંઘા ભાવે માલ ખરીદવો પડી રહ્યો છે. જેના કારણે ગ્રાહકો સુધી પ્રોડક્ટ પહોંચતા તેના ભાવ વધી જાય છે. હાલની વૈશ્વક સ્થિતિમાં ખાદ્યતેલના ભાવમાં તાત્કાલિક રાહત મળવી મુશ્કેલ દેખાય છે.