ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝનની છઠ્ઠી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને ૬૫ રનથી હરાવીને આ સીઝનમાં પોતાનું જીતનું ખાતું ખોલ્યું હતું.કેકેઆરએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જેનાથી સનરાઈઝર્સ હૈદરાબાદ કુલ ૨૨૬ રન બનાવી શક્યું.કેકેઆરની ઇનિંગ્સ ધમાકેદાર શરૂઆત થઈ. ફિન એલનના પ્રથમ ઓવરમાં ઝડપી રન બનાવવાથી હૈદરાબાદ પર દબાણ આવ્યું. જાકે, તેના આઉટ થવાથી, સનરાઇઝર્સ હૈદરાબાદ મેચમાં વાપસી કરવામાં સફળ રહ્યું. એલનના માત્ર ૭ બોલમાં ૨૮ રન બનાવવાથી તેણે વિદેશી ખેલાડી માટે એક મોટો રેકોર્ડ તોડ્યો.
ફિન એલન સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આ મેચમાં અજિંકેયરહાણે સાથે ઇનિંગની શરૂઆત કરી. રહાણેએ પહેલા બોલનો સામનો કર્યો, એક સિંગલ લીધો અને પછી ફિન એલનને સ્ટ્રાઇક સોંપી. ત્યારબાદ એલને આગામી પાંચ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા, કુલ ૨૪ રન બનાવ્યા. આ સાથે, ફિન એલન આઇપીએલ ઇતિહાસમાં ઇનિંગની પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર પ્રથમ વિદેશી ખેલાડી બન્યો. આ પહેલા, આ રેકોર્ડ તેના સાથી ખેલાડી સુનીલ નારાયણના નામે હતો, જેમણે ૨૦૧૮ માં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં ૨૧ રન બનાવ્યા હતા.
યશસ્વી જયસ્વાલ આઇપીએલ મેચની શરૂઆત કરતી વખતે પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. તેણે ૨૦૨૩ સીઝનમાં કોલકાતા નાઈટ રાઇડર્સ સામે પ્રથમ ઓવરમાં ૨૬ રન બનાવ્યા હતા. ફિન એલન હવે પૃથ્વી શો સાથે આ યાદીમાં બીજા સ્થાને છે. પૃથ્વી શોએ ૨૦૨૧ આઇપીએલ સીઝનમાં કોલકાતા નાઈટ રાઇડર્સ સામે પ્રથમ ઓવરમાં ૨૪ રન બનાવ્યા હતા.
આઇપીએલ ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ
યશસ્વી જયસ્વાલ – ૨૬ રન વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ (૨૦૨૩)
પૃથ્વી શો – ૨૪ રન વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ (૨૦૨૧)
ફિન એલન – ૨૪ રન વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ (૨૦૨૬)
યશસ્વી જયસ્વાલ – ૨૨ રન વિરુદ્ધ પંજાબ કિંગ્સ (૨૦૨૫)
નમન ઓઝા – ૨૧ રન વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ (૨૦૦૯)
સુનીલ નારાયણ – ૨૧ રન વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ (૨૦૧૮)