પ્રથમ પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર દ્વારા દરેક સુધારા અને દરેક બજેટ ફાળવણી ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના લક્ષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. તેથી, બજેટ પછી દર વર્ષે યોજાતા આ વેબિનારો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ભાર મૂક્યો કે નીતિગત નિર્ણયોનો ઉદ્દેશ્ય લાંબા ગાળાના વિકાસને વેગ આપવા અને દેશને વિકસિત અર્થતંત્ર તરફ આગળ વધારવાનો છે.
વડા પ્રધાને કહ્યું કે ભારતીય અર્થતંત્રે છેલ્લા દાયકામાં અભૂતપૂર્વ મજબૂતી અને સ્થિતિ સ્થાપકતા દર્શાવી છે. તેમના મતે, આ સમયગાળા દરમિયાન, સરકારે દૃઢ નિશ્ચય સાથે અનેક માળખાકીય અને નીતિગત સુધારાઓ લાગુ કર્યા, આર્થિક માળખાને મજબૂત બનાવ્યા.
“વિકસિત ભારત માટે ટેકનોલોજી, સુધારા અને નાણાં” પરિષદને વિડીયો કોન્ફરન્સિંક દ્વારા સંબોધતા, તેમણે કહ્યું કે સુધારાઓની ગતિ જાળવી રાખવા માટે, માત્ર નીતિ-નિર્માણ પર જ નહીં પરંતુ વધુ સારા અમલીકરણ પર પણ સમાન ધ્યાન આપવું જાઈએ. તેમણે કહ્યું કે સુધારાઓનું મૂલ્યાંકન ફક્ત નીતિઓના ઉદ્દેશ્ય પર જ નહીં પરંતુ જમીન પર તેમની અસર પર પણ થવું જાઈએ.
પીએમ મોદીએ કહ્યું કે રિફોર્મ એક્સપ્રેસને જાળવી રાખવા માટે, માત્ર નીતિઓના ઉદ્દેશ્ય પર જ નહીં પરંતુ વધુ સારા અમલીકરણ પર પણ સમાન ધ્યાન આપવું જાઈએ. સુધારાઓનું મૂલ્યાંકન જમીન પર તેમની અસરના આધારે થવું જાઈએ, અને પારદર્શિતા, ગતિ અને જવાબદારી વધારવા માટે એઆઇ બ્લોકચેન અને ડેટા એનાલિટિક્સ સાથે ફરિયાદ નિવારણ પ્રણાલીઓનો ઉપયોગ કરવો જરૂરી છે.
મોદીએ જણાવ્યું કે સરકારના પ્રયાસો સિસ્ટમને વધુ અનુમાનિત અને રોકાણકાર-મૈત્રીપૂર્ણ બનાવવાના છે. તેમણે કહ્યું કે બોન્ડ માર્કેટ સુધારાઓને લાંબા ગાળાના આર્થિક સુધારા માટે સંભવિત સાધન તરીકે જાવું જાઈએ.
જાહેર મૂડી ખર્ચમાં થયેલા નોંધપાત્ર ફેરફારો તરફ ઈશારો કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ૧૧ વર્ષ પહેલાં તે લગભગ ૨ લાખ કરોડ હતું, પરંતુ વર્તમાન બજેટમાં તે વધીને લગભગ ૧૨ લાખ કરોડ થઈ ગયું છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા આ વિશાળ રોકાણ ખાનગી ક્ષેત્ર માટે સ્પષ્ટ સંદેશ છે કે ઉદ્યોગ અને નાણાકીય સંસ્થાઓએ હવે નવી ઉર્જા સાથે આગળ વધવું જાઈએ.
તેમણે નવા ફાઇનાન્સિંગ મોડેલો અને ઉભરતા ક્ષેત્રોમાં મજબૂત સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો અને પ્રોજેક્ટમાં વિલંબ અને ખર્ચમાં વધારાને રોકવા માટે પ્રોજેક્ટ મંજૂરી પ્રક્રિયાઓ અને મૂલ્યાંકનની ગુણવત્તાને મજબૂત બનાવવાની સલાહ આપી.
પીએમ મોદીએ સરકાર, ઉદ્યોગ, નાણાકીય સંસ્થાઓ અને શિક્ષણવિદો વચ્ચે સ્પષ્ટ રિફોર્મ પાર્ટનરશિપ ચાર્ટર બનાવવાનું પણ સૂચન કર્યું. તેમણે કહ્યું કે બજેટની ચર્ચા કરતાં વધુ મહત્વનું તેનું ઝડપી અને સરળ અમલીકરણ છે, જેથી બધા હિસ્સેદારો તેનો લાભ મેળવી શકે અને અર્થતંત્રને નવી ગતિ મળે.









































