ઉનાળુ મગફળીઃ
• નિંદામણ:પ્રિ-ઈમરજન્સ તરીકે મગફળીનું વાવેતર કર્યા બાદ ઉગતા પહેલા જરૂર જણાય તો જ નિંદામણ નાશક દવા સ્ટોમ્પનો છંટકાવ કરવો. • બીજને પટટ્: બીજને થાયરમનો પટ આપવો ત્યારબાદ રાઈઝોબીયમ અને ફોસ્ફેટ કલ્ચરનો પણ પટ આપીને વાવેતર કરવું. • ઉનાળુ વાવેતર માટે ભરોસાપાત્ર એગ્રો પાસેથી સમયસર બિયારણ મેળવી લેવું. • જૂનાગઢ
કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ દ્વારા ઉપલબ્ધ બિયારણ મેળવવા માટે વેબસાઈટ ુુ.દ્ઘટ્ઠે.ૈહ ઉપરથી માહિતી તેમજ ઓનલાઈન કરવા માટે મળી જશે. ઊંચા ભાવ આપી યુનિવર્સીટી સિવાયની જાતો લેવાનું ટાળજો. રૂબરૂ અનુભવ થયો હોય પછી જ વિશ્વાસ કરવો.
તલ: ઉનાળુ કાળા તલ માટે ગુજરાત તલ – ૧૧ નું વાવેતર કરવું. ઉનાળુ સફેદ તલ માટે ગુજરાત તલ – ૨, ૫, ૬ અથવા ૨૧ નું વાવેતર કરવું. ઘઉં: ઘઉંના પાકની ડુંડીઓ સુકાવવાનું ખરું કારણ ફ્રોસ્ટ ઇન્જરી છે એટલે રાત્રિ દરમિયાન તાપમાન ખૂબ નીચું જવાથી તેમજ ઘઉંની ડુંડી નિઘલ્યાં બાદ ઉપરથી રાસાયણિક ખાતર નાખવા કે છંટકાવથી ઘઉંના પાકને ઈંજરી થાય છે. આ માટે કોઈ બિનજરૂરી ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો નહીં કે ખાતર આપવું નહિ.
રાઈ: સફેદ ગેરૂ
• રોગની શરૂઆત થાય કે તરત જ મેન્કોઝેબ ૭૫ વે.પા. ૨૭ ગ્રામ અથવા મેટાલેક્ષીલ એમઝેડ ૭૨ વે.પા. ૨૭ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
જીરા: • જીરાના પાકને ર૦૦-રપ૦ મિ.લિ. પાણીની જરૂર પડે છે. જીરાના પાકનું પિયત એ જોખમી પાસુ છે જેથી વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ હોય ત્યારે કોઈપણ સંજોગોમાં પિયત ન આપવું. જીરાને ધીમે ધીમે હલકા પિયત આપવા. વિસ્તાર અને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે પાકને પિયતની જરૂરિયાત જુદી જુદી રહે છે.
શેરડીઃ શેરડીમાં જૈવિક નિયંત્રણ માટે
• સફેદ માખીના ઈંડા તેમજ બચ્ચાંને ખાનારા દાળીયા કિટકો જેવા કે સેરેન્જીયમ પારસેસીટોઝમ, મેનોચીલસ સેકસમેકયુલેટસ, બુમોઈડસ સુચુરાલીસ ૫રભક્ષી કરોળીયા તથા કેટલીકવાર ક્રાયસોપા ૫ણ જોવા મળે છે. ત્યારે દવાનો છંટકાવ મુલ્તવી રાખવો જોઈએ. ડાયફા એફીડીવોરા, માઈક્રોમોસ ઈગોરોટસ તથા સીરફીડ ફલાય જેવા ૫રભક્ષી શેરડીની વ્હાઈટ વુલી એફીડ ઉ૫ર ખુબ જ અસરકારક માલુમ ૫ડેલ છે.
તમાકુ: સફેદ ટપકાં / સફેદ ચાંચડી હેક્ઝાકોનાઝોલ અથવા પ્રોપીનેબ કાર્બેન્ડાઝીમ અથવા પાણીમાં ભેળવી કોઈપણ એક ફુગનાશકનો વારાફરતી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
અળસી અને પાન ખાનાર ઈયળ: કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨ મિ.લિ. ૧ લિટર પાણીમાં ભેળવી ઝારા વડે દર ચોરસ મીટર દીઠ ૨ લિટરના દરે ધરૂવાડીયુ નાખ્યા બાદ દસ દિવસે જમીનમાં આપવું. બીન રાસાયણિક ઉપાય તરીકે લીમડાના ૧ કિ.ગ્રા. પાનનો અર્ક ૧૦ લિટર પાણીમાં ભેળવી આ દ્રાવણ જમીનમાં ચૂસાય તે રીતે આપવું. શાકભાજીઃ • ગલકા માટે પુસા ચીકની, ગુજરાત ગલકા-૧, પુસા સૂપીયાનું વાવેતર કરવું. • દુધી: જૂનાગઢ લોંગ ટેન્ડર, પૂસા નવીન, પૂસા સમર પ્રોલીફીક લોંગ, અર્કા બહાર, પૂસા મેધદૂત, પંજાબલોંગ, પંજાબ ગોળ, આણંદ દુધી – ૧, પૂસા સંકર – ૩ નું વાવેતર કરવું.
• તુરિયાઃ ગુજરાત જૂનાગઢ સંકર તુરીયા -૧, પુસા નસદાર, ગુજરાત આણંદ તૂરીયા-૧નું વાવેતર કરવું. • ભીંડા માટે ગુજરાત ભીંડા-ર, ગુજરાત આણંદ ભીંડા-૫, વર્ષા ઉ૫હાર, પુસા મખમલી, ગુજરાત જૂનાગઢ ભીંડા-૩, ગુજરાત જૂનાગઢ ભીંડા સંકર-૨, ગુજરાત જૂનાગઢ ભીંડા સંકર-૩ નું વાવેતર કરવું. મશરૂમઃ દક્ષિણ ગુજરાતમાં મશરૂમ ઉત્પાદકોને ઢીંગરી મશરૂમ (પ્લુરોટસ સજોર-કાજુ)નાં વધુ ઉત્પાદન માટે ઘઉં અને ડાંગરના પરાળનો ઉપયોગ કરવો.
લસણ-ડુંગળીઃ • ડુંગળીની સંગ્રહશક્તિ વધારવા માટે કાપણી અગાઉ ૧૫ દિવસે મેલીક હાઈડ્રોકસાઈડ ૧૦ લિટર પાણીમાં ૫ ગ્રામ ભેળવી છંટકાવ કરવો. ડુંગળી : શરૂઆતના તબક્કામાં ડુંગળીના મોટા કદના કંદનો ઉતારો લેવા નિંદણ નિયંત્રણ ખુબ જ અગત્યનું છે. બટાટા : બટાટાના પાકને કેટલું અને કયારે પાણી આપવું તે જમીનના પ્રકાર અને આબોહવા ઉપર આધાર રાખે છે. આ પાકને પ્રથમ પિયત રોપણી પહેલાં ચાર દિવસે અને બીજું પિયત બટાટાના ઉગાવા દરમ્યાન (ર૦ થી ર૧ દિવસે) આપવું ત્યારબાદ બાકીના પિયત હલકી રેતાળ જમીનમાં ૬ થી ૭ દિવસના ગાળે ૪ થી પ સેમી ઉંડાઈના ૧ર થી ૧૩ પિયત અને ગોરાળુ જમીનમાં ૭ થી ૧૦ દિવસના અંતરે પ થી ૬ સેમી. ઉંડાઈના ૬ થી ૮ પિયતની જરૂરિયાત રહે છે. બટાટાના પાકમાં પાણીના કાર્યક્ષમ અને કરકસર ઉપયોગ માટે ફુવારા પધ્ધતિ અને ટપક પધ્ધતિથી પિયત આપવાથી ૪૦ થી ૪પ ટકા પાણીનો બચાવ કરી શકાય છે.
કેળઃ • કેળના પાકમાં માતૃ છોડની આજુબાજુના પીલા નિયમિત કાઢતા રહેવું.
• જરૂરિયાત મુજબ ૪ થી ૫ દિવસે પિયત આપવું • કેળના સારા વિકાસ માટે ફળો બેસી ગયા બાદ પૂષ્પ વિન્યાસ ખેરી નાખવો. • કેળની લુમને ઢાંકવા માટે સુકા પાન અથવા કંતાનથી લુંમને ઢાંકવી. શોષક અને બિન શોષક પ્રકારની દવાને ઓળખો:- • જે દવા વનસ્પતિનાં કોષોની અંદર દાખલ થઈને રોગકારક સામે કાર્ય કરતી હોય તેને શોષક પ્રકારની દવા કહેવાય છે. દા.ત. બેન્ઝામીડેઝોલ, ઓકિઝથીન અને ટ્રાઈઝોલ્સ, વર્ગની દવાઓ. બાકીની બધી જ જે દવા કોષોમાં દાખલ થઈ શકતી ન હોય કે સ્થળાંતર કરી શકતી ન હોય તેને બિનશોષક દવાઓ કહેવાય છે. દાત. કેપ્ટાન, મેન્કોઝેબ અને થાયરમ. • શોષક પ્રકારની દવા બીજ અને મૂળ દ્વારા શોષાઈને જલવાહીની મારફતે વનસ્પતિનાં વિવિધ ભાગોમાં પહોંચે છે. પરંતુ અન્નવાહિની દ્વારા તેનું સ્થળાંતર થતું નથી. તેથી શોષક પ્રકારની દવા પાન ઉપર છાંટવામાં આવે ત્યારે થડ અથવા મૂળમાં પહોંચતી નથી તેથી તેની માવજત આપવા જમીનમાં નાખવી પડે પરંતુ જથ્થો વધારે જોઈએ અને દવા કિંમતી હોય તે આર્થિક રીતે પોષાય નહિ પરંતુ પાન ઉપરનાં રોગો અને બીજજન્ય રોગ માટે ઉપયોગી છે.
શોષક પ્રકારની દવાના જુદા જુદા વર્ગ છે.
• ૧) ઓકઝેથીન વર્ગ : દા.ત. કાર્બોક્ઝીન અને ઓક્સીકાર્બોક્ઝીન.
• ર) બેન્ઝામીડેઝોલ વર્ગ : દા.ત. વેનોમીલ, કાર્બેન્ડેઝીમ, થાયોબેન્ડેઝોલ, થાયોફેનેટ અને થાયોફેનેટ મીથાઈલ.
• ૩) મોરફોલાઈન વર્ગ : દા.ત. ડોડીમોર્ફ.
• ૪) ઓર્ગેનીક ફોસ્ફેટ વર્ગ : દા.ત. ફોઝેટાઈલ એએલ, કીટાઝીન અને એડીફેનફોસ. (ક્રમશઃ)













































