રાજસ્થાનમાં ફરી એકવાર કોરોના વાયરસનો ચેપ ચિંતા વધારી રહ્યો છે.રાજ્યમાં કોવિડ-૧૯ થી બે લોકોના મોત થયા હતા, જ્યારે નવ નવા કેસની પુષ્ટિ થઈ હતી. મૃતકોમાં ૨૬ વર્ષનો એક યુવક પણ સામેલ હતો, જે ટીબીથી પીડિત હતો અને તેને જયપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રેલ્વે સ્ટેશન પર મૃત હાલતમાં મળેલા વ્યક્તિનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે પોઝિટિવ કેસોમાં ૪૦ દિવસનું નવજાત શિશુ પણ સામેલ છે. નવજાત શિશુની હાલત હાલમાં સ્થિર છે અને તેને દ્ગૈંઝ્રેંમાં રાખવામાં આવ્યો છે. નવજાત શિશુને જાધપુરની એમડીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.જાધપુરમાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ ૯ કેસ નોંધાયા છે. સોમવારે મળેલા ચાર નવા કેસોમાં, ૫૫ વર્ષનો એક પુરુષ વેન્ટીલેટર પર છે, જ્યારે દીદવાનાની ૨૬ વર્ષીય મહિલા અને બાલેસરના ૫૫ વર્ષીય પુરુષને પણ ચેપ લાગ્યો છે.
રાજધાની જયપુરમાં ૫ નવા ચેપગ્રસ્ત કેસ નોંધાયા હતા. આમાંથી એક યુવાન તાજેતરમાં થાઇલેન્ડથી પાછો ફર્યો હતો. એવું માનવામાં આવે છે કે ચેપ યુવાનો દ્વારા ફેલાયો હશે. છેલ્લા ત્રણ દિવસમાં જાધપુરમાં બે નવજાત શિશુઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જાધપુરમાં અનુક્રમે ચાર અને એક કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને, આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયો છે. વિદેશથી પરત ફરનારાઓ પર નજર રાખવામાં આવી રહી છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે.