આજે ધોરણ-૧૦ નું પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ અંગે જાહેરાત કરી છે. આજે સવારે ૮ કલાકે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ-૧૦નું પરિણામ ૮૩.૦૮ ટકા જાહેર થયું છે. જા કે આ પરિણામ પાછલા વર્ષ કરતા વધુ આવ્યું છે.પાછલા વર્ષે ૮૨.૫૬ ટકા પરિણામ આવ્યું હતુ
આ વર્ષે વિદ્યાર્થીઓનું ૭૯.૫૬ ટકા અને વિદ્યાર્થીનીઓનું ૮૭.૨૪ ટકા પરિણામ આવ્યું છે. બનાસકાંઠા ૮૯.૨૯ ટકા સાથે મોખરે રહ્યું છે. જ્યારે ૭૨.૫૫ ટકા સાથે ખેડાનું સૌથી નીચું પરિણામ આવ્યું છે. રાજ્યમાં ૧૫૭૪ સ્કૂલોમાં ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ મહેસાણાના કાંસા કેન્દ્રનું ૯૯.૧૧ ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ ભાવનગરના ભોળાદ કેન્દ્રનું ૯૯.૧૧ ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું ખેડાના અંબાવ કેન્દ્રનું ૨૯.૫૬ ટકા પરિણામ આવ્યું છે.
રાજ્યમાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી ૧૫૭૪ શાળાઓ, રાજ્યની ૨૦૧ શાળાઓમાં ૩૦ ટકા કરતા ઓછું પરિણામ રહ્યું છે. રાજ્યની ૪૫ શાળાઓમાં શૂન્ય પરિણામ જાવા મળ્યું છે. રાજ્યમાં એ૧ ગ્રેડ મેળવનાર ૨૮૦૫૫ વિદ્યાર્થીઓ, રાજ્યમાં એ૨ ગ્રેડ મેળવનાર ૮૬૪૫૯ વિદ્યાર્થીઓ, રાજ્યમાં બી ૧ ગ્રેડ મેળવનાર ૧૨૪૨૭૪ વિદ્યાર્થીઓ, રાજ્યમાં બી ૨ ગ્રેડ મેળવનાર ૧૫૨૦૮૪ વિદ્યાર્થીઓ ,રાજ્યમાં સી ૧ ગ્રેડ મેળવનાર ૧૪૫૪૪૪ વિદ્યાર્થીઓ, રાજ્યમાં સી ૨ ગ્રેડ મેળવનાર ૭૮૧૩૭ વિદ્યાર્થીઓ, રાજ્યમાં ડી ગ્રેડ મેળવનાર કુલ ૬૦૬૬ વિદ્યાર્થીઓ, રાજ્યમાં ઇ ગ્રેડ મેળવનાર કુલ ૧૩ વિદ્યાર્થીઓ છે.
ગુજરાતી વિષયનું પરિણામ ૯૧.૨૯ ટકા, હિન્દી વિષયનું પરિણામ ૯૩.૩૮ ટકા, અંગ્રેજી વિષયનું પરિણામ ૯૭.૨૬ ટકા, સાયન્સ વિષયનું પરિણામ ૯૩.૭૮ ટકા, ગણિત વિષયનું પરિણામ ૮૭.૮૪ ટકા, સંસ્કૃત વિષયનું પરિણામ ૯૭.૦૬ ટકા આવ્યું છે. આ વર્ષે ધો.૧૦ની પરીક્ષામાં કુલ ૧૨ ગેરરીતિના કેસ નોંધાયા છે. જા ૧૦૦ ટકા પરિણામ ધરાવતી સ્કૂલોની વાત કરીએ તો ગુજરાતની ૧૫૭૪ શાળાઓમાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી હોય છે. ૩૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલો ૨૦૧ છે. ૦ ટકા પરિણામ ધરાવતી ૪૫ શાળાઓ છે. જ્યારે છ ૧ ગ્રેડથી ઉત્તીર્ણ થયેલા વિધાર્થી ૨૮૦૫૫ છે. વિદ્યાર્થીઓનું પરિણામ ૭૯.૫૬ ટકા છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ ૮૭.૨૪ ટકા છે. તેમજ દીકરીઓ દીકરાઓ કરતા ૭.૬૮ ટકા આગળ છે. જ્યારે રિપીટર પરીક્ષાથી તરીકે ૮૨૩૧૩ પરીક્ષાથીઓ નોંધાયા હતા. તે પૈકી ૭૮૬૧૩ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૨૫૩૫૭ પરીશાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ ૩૨.૨૦ ૨૧ આવ્યું છે. આ ઉપરાંત જીએસઓએસ પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ ૧૧૯૦૨૫ પરીક્ષાર્થીઓ ૧૮૫૫૩ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાંથી ૫૦૪૩ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ ૨૭.૧૮ ટકા આવેલ છે.
આજે ધોરણ ૧૦નું પરિણામ જાહેર થયું જેમાં રાજકોટના એક વિદ્યાર્થીએ સૌ કોઇનું ધ્યાન ખેંચ્યું છે.રાજકોટમાં ફર્નિચરનું કલરકામ કરતા પિતાના પુત્રએ મેદાન માર્યુ છે.. સમીર ગોહેલ નામના આ વિદ્યાર્થીએ ૯૯.૯૯ પર્સન્ટેઝ મેળવ્યા છે. ધોળકીયા સ્કૂલના આ વિદ્યાર્થીએ ૬૦૦માંથી ૫૯૩ ગુણ મેળવ્યા છે. તેણે સંસ્કૃતમાં , અંગ્રેજીમાં, સાયન્સમાં અને સોશિયલ સ્ટડીમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક મેળવ્યા છે.
સમીરે તેની સફળતા માટે પોતાની મહેનતની સાથે-સાથે સ્કૂલના શિક્ષકોનો સપોર્ટ પણ કારણભૂત ગણાવ્યો.. તેણે કહ્યું કે મને જેટલો મારા પર ભરોસો નહોતો તેટલો ભરોસો મારા શિક્ષકોને હતો.. તેણે આગળ અભ્યાસ માટે ધોળકીયા સ્કૂલમાં જ ભણવાનું અને સાયન્સ સાથે આગળ વધવાનું વિચાર્યુ છે તેનું સ્વપ્ન આઇઆઇટી બોમ્બેમાં અભ્યાસ કરવાનું હોવાનું તેણે જણાવ્યું.
સમીરની માતાએ કહ્યું રીઝલ્ટને લઇને એટલી આતુરતા હતી કે અમે ગઇકાલે આખી રાત નથી સૂઇ શક્યા અને હવે તેનુ રિઝલ્ટ જાણીને ખુબ જ આનંદ થયો છે.. તેમણે કહ્યું કે સમીરની પાછળ અમે વાલી તરીકે ખુબજ ધ્યાન રાખ્યું છે અને તે સંપૂર્ણ ધ્યાન તેના અભ્યાસમાં પરોવી શકે તે વાતની સતત તકેદારી રાખી હતી.
સમીરના પિતાએ કહ્યું કે મે જીવનભર મહેનત કરી છે.. અને મજુરી કામ કરીને જ પુત્ર સમીરની ફી ભરી છે.. અને મજુરી કામમાં ઓવરટાઇમ કરીને સમીરના અભ્યાસમાં કોઇ કચાશ ન રહી જાય તે વાતનું ધ્યાન રાખ્યું હતું. સુરતના બે જાડીયા ભાઇઓનું પરિણામ એક સરખુજ આવ્યું છે. બન્ને ભાઇઓને સરખા ટકા આવ્યા છે.. આ બન્ને ભાઇઓના નામ છે જીત રાવળ અને જીલ રાવળ, બન્ને ભાઇઓને ૫૨ ટકા આવ્યા છે..
મોટાભાઇ જીત રાવળને ૫૫૪ માર્ક સાથે ૯૨.૩૩ ટકા છે. જ્યારે નાનાભાઇ જીલ રાવળને ૫૫૨ માર્કસ સાથે ૯૨ ટકા આવ્યા છે.બન્ને ભાઇઓની ઇચ્છા આગળ જઇને સોફટવેર એન્જીનિયર બનવાની છે.