અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની સામે
બાકી રહેલા ખેડૂતોએ તા.ર૮ પહેલા અરજી કરવા વહીવટી તંત્રનો અનુરોધ

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજને ખેડૂતો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે.
જિલ્લાના ૬૨૬ અસરગ્રસ્ત ગામોમાંથી અત્યાર સુધીમાં ૮૨,૪૪૨ ખેડૂતોએ વળતર માટે અરજી કરી છે. આ પેકેજનો લાભ લેવા માટેની અંતિમ તારીખ ૨૮ નવેમ્બર, ૨૦૨૫ (બપોર સુધી) હોવાથી, વહીવટી તંત્ર દ્વારા બાકી રહેલા ખેડૂતોને તાત્કાલિક અરજી કરવા અનુરોધ કરાયો છે. હાલમાં ગ્રામ પંચાયતોમાં ફઝ્રઈ મારફત અરજીઓ સ્વીકારવાની અને ગ્રામસેવક દ્વારા ચકાસણીની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. ખેડૂતોએ અરજી કરવા માટે ૭-૧૨, ૮-અ, તલાટીનો દાખલો, આધાર કાર્ડ અને બેંક પાસબુક જેવા દસ્તાવેજો સાથે ગ્રામ્ય કક્ષાએ ફઝ્રઈ કે તલાટીનો અને શહેરી વિસ્તારમાં કસ્બા તલાટીનો સંપર્ક કરવાનો રહેશે. છેલ્લી ઘડીની ભીડ ટાળવા ખેડૂતોને સત્વરે પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે.