કોંગ્રેસના એક કાર્યક્રમમાં વિક્રમ માડમે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. વિક્રમ માડમે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી હંમેશા જનતા માટે લડે છે અને હજી પણ લડશે. પરંતુ ભાજપમાં એવું નથી, ભાજપમાં નાનું કામ થાય તો તરત જ પ્રેસનોટ આવી જાય છે.
દેવભૂમિ દ્વારકામાં ૮૦% આજની તારીખમાં પ્રશ્નો ટળે છે. જા એને જનતાના પ્રશ્નો ન દેખાતા હોય તો મને ચેલેન્જ આપે. ખંભાળીયાની અંદર સભા કરે અને હું એક એક પ્રશ્ન લખીને આપુ કે પ્રશ્ન પડતર છે. તમારી પાસે તાલુકો પંચાયતથી દિલ્હી સુધીનું શાસન છે તો દ્વારકાની જનતા શા માટે દુઃ ખી થાય છે.
કાર્યક્રમમાંથી જ વિક્રમ માડમે ભાજપના નેતાઓની એક ચેલેન્જ આપી હતી. તેમણે કહ્યું કે જા તમારાથી દ્વારકાની જનતાના પ્રશ્ન હલ ન થાય તો અમે જનતાને સાથે રાખી પ્રશ્ન હલ કરીશું. હું દેવભૂમિ દ્વારકામાં હવે પછીની ચૂંટણી લડવાનો નથી. વિક્રમ માડમ બોલે તે જ પ્રતિજ્ઞા છે એને બીજી કોઇ પ્રતિજ્ઞાની જરૂર નથી. જનતા એ પોતાની લડાઈ પોતે લડવી જાઈએ. દર વખતે કોક આવીને લડી દેશે, ક્યાં સુધી કોક લડી દેશે.
તેમણે ઉમેર્યું હતું કે, મહાકાય કંપનીઓ આવડા રૂપિયા લઈને આવે અને ૫ વર્ષ કામ કરી એક મત ન આપી શકે તો એ જનતા માટે કયાં સુધી લડી શકો? જા જનતા ન સુધારે તો મારે સુધારી જવું જાઈએ, જા જનતાને મારા જેવો માણસ ન જાતો હોય તો મારે સમજી જવું જાઈએ. કોંગ્રેસના સંગઠનથી જનતા માટે મારાથી થશે એટલું કરીશ.