સ્ટેટ નોવીટરિંગ સેલએ રૂ.૫,૨૭,૮૦૦ ની કિંમતના મેફેડ્રોનના જથ્થા સાથે અગાઉ શાહઆલમ દરગાહ પાસે રહેતા સોહેબ ઉર્ફે મામા ઈબ્રાહીમ શેખની ધરપકડ કરી હતી. પુછપરછમાં તણે મેફેડ્રોનનો આ જથ્થો ઈમરાન નામના શખ્સે આપ્યો હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન એસએમસીના અધિકારીઓને માહિતી મળી હતી કે ઈમરાન પાનવાલી ચાલી શાહઆલમ ખાતે આવ્યો છે. જેને આધારે પોલીસે અહીંથી શાહઆલમમાં રહેતા યાસીનમીયા ઉર્ફે ઈમરાન શેરૂમીયા સૈયદ અને શાહઆલમમાં રહેતા મહંમદહનીફ મહંમદસિદ્દીક સૈયદની ધરપકડ કરી હતી.

પોલીસે હવે આરોપીઓએ મેફેડ્રોનનો જથ્થો ક્યાથી મેળવ્યો અને કોને આપવાના હતા તેની તપાસ હાથ ધરી છે.