કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન કહે છે કે ૪ ફેબ્રુઆરીએ લોકસભામાં જે કંઈ બન્યું અને પ્રવર્તમાન વાતાવરણમાં કેટલીક અપ્રિય ઘટનાઓ બની શકે છે. ચિરાગ પાસવાને પીએમ મોદીના ભાષણને મુલતવી રાખવાના લોકસભા સ્પીકરના નિર્ણયને ટેકો આપ્યો. ચિરાગ પાસવાને રાહુલ ગાંધી, ભારત-અમેરિકા વેપાર કરાર અને બિહાર રાજકારણ જેવા મુદ્દાઓ પર ખુલ્લેઆમ વાત કરી.
૪ ફેબ્રુઆરીની ઘટના અંગે ચિરાગ પાસવાને કહ્યું, “જ્યારે કેટલીક મહિલા વિપક્ષી સાંસદો આક્રમક રીતે વડાપ્રધાનની બેઠક તરફ બેનરો લઈને આગળ વધી ત્યારે હું પણ સંસદમાં હાજર હતો. જા વડાપ્રધાન લોકસભામાં આવ્યા હોત, તો તે ગુસ્સાવાળા વાતાવરણમાં કંઈ પણ થઈ શક્્યું હોત.”કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “સ્પીકર લોકસભાના રક્ષક છે અને તેમને કોઈ અપ્રિય પરિસ્થિતિ ઊભી થઈ શકે છે તેવી માહિતી મળી હશે. પરિસ્થિતિ ની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, વડાપ્રધાન લોકસભામાં આવ્યા ન હતા.”
બજેટ સત્રમાં મડાગાંઠ અંગે ચિરાગ પાસવાને કહ્યું, “વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી, એક મુદ્દો ઉઠાવે છે અને તે મુદ્દા પર ગૃહને કામ કરવા દેતી નથી.””જે રીતે ગૃહને અવરોધિત કરવામાં આવી રહ્યું છે તે દર્શાવે છે કે વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી. વિપક્ષના નેતા રાહુલ ગાંધી લોકસભામાં એક જ મુદ્દો ઉઠાવતા રહે છે, અને ન તો તેઓ બોલે છે અને ન તો તેઓ બીજા કોઈને ગૃહમાં બોલવા દે છે.”
લોકસભા સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ અંગે પાસવાને કહ્યું, “આ ખોટું છે. વિપક્ષના નેતાને બોલવાની ઘણી તકો આપવામાં આવી છે, પરંતુ તેઓ ફક્ત એક જ મુદ્દા પર બોલવા માંગે છે, જે તેમને અન્ય મુદ્દાઓ પર બોલતા અટકાવે છે.” સંસદીય નિયમો સ્પષ્ટપણે જણાવે છે કે સંસદમાં ફક્ત અધિકૃત મુદ્દાઓ જ ઉઠાવી શકાય છે. લોકસભા સ્પીકરે કહ્યું છે કે ભૂતપૂર્વ આર્મી ચીફના અપ્રકાશિત પુસ્તકના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે નહીં, પરંતુ રાહુલ ગાંધી તે જ મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખે છે.
ભારત-અમેરિકા વેપાર પર વિપક્ષના આરોપોનો જવાબ આપતા ચિરાગ પાસવાને કહ્યું, “વિપક્ષ જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેઓ એવી વાર્તા બનાવી રહ્યા છે કે ભારત-અમેરિકા વેપાર કરાર ખેડૂત વિરોધી અને ડેરી વિરોધી છે. કેન્દ્ર સરકારે ખાતરી કરી છે કે ખેડૂતો અને ડેરી ઉદ્યોગના હિતોને નુકસાન ન થાય. સરકાર વેપાર કરાર પર ચર્ચા કરવા તૈયાર છે. વિપક્ષે આંતરરાષ્ટ્રીય બાબતોનું રાજકારણ ન કરવું જાઈએ કારણ કે આખી દુનિયા જાઈ રહી છે.”
રાહુલ ગાંધી દ્વારા એક મંત્રીને દેશદ્રોહી તરીકે ઉલ્લેખ કરવા અંગે, ચિરાગ પાસવાને કહ્યું કે રાહુલ ગાંધી આવા નિવેદનો આપીને લોકસભામાં વિપક્ષના નેતા તરીકેની તેમની સ્થિતિ ને નબળી પાડી રહ્યા છે. તેઓ સરકારની ટીકા કરી શકે છે, પરંતુ તેમણે યોગ્ય અને સંવેદનશીલ શબ્દોનો ઉપયોગ કરવો જાઈએ.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના સ્વાસ્થ્ય પર વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્ન અંગે, ચિરાગ પાસવાને કહ્યું કે વિપક્ષ પાસે કોઈ મુદ્દો બાકી નથી અને તેઓ આવા વ્યર્થ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. મુખ્યમંત્રી બિહારમાં દ્ગડ્ઢછ ગઠબંધનનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે તમામ યોજનાઓના લાભ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે એક પ્રવાસનું પણ આયોજન કર્યું.









































