ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની  ટી ૨૦ સીરીઝની ચોથો મેચ ક્વીન્સલેન્ડના કેરારા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૧૬૭ રન બનાવ્યા હતા જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૧૯ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી અને ભારતની ૪૮ રને જીત થઈ હતી.ભારતે ઓસ્ટ્રેલિયાને ૧૬૮ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૧૬૭ રન બનાવ્યા હતા. શુભમન ગિલે સૌથી વધુ ૪૬ રન બનાવ્યા હતા. એડમ ઝમ્પા અને નાથન એલિસે ૩-૩ વિકેટ લીધી હતી. ગિલ સિવાય અન્ય કોઈએ સારું પ્રદર્શન કર્યું ન હતું .અભિષેક શર્મા ૨૧ બોલમાં ૧૮ રન બનાવીને આઉટ થયો હતો, જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. શુભમન ગિલે પણ ૩૯ બોલમાં ૪૬ રન બનાવીને આઉટ થયો હતો, જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. શિવમ દુબે ૧૮ બોલમાં ૨૨ રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે ૧૦ બોલમાં ૨૦ રન બનાવીને બે છગ્ગાનો સમાવેશ થાય છે. તિલક વર્મા પાંચ રન બનાવીને આઉટ થયો હતો, અને જીતેશ શર્મા ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર પણ માત્ર ૧૨ રન બનાવી શક્્યા હતા. અર્શદીપ કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો હતો. અંતે, અક્ષર પટેલે કેટલાક આક્રમક શોટ રમ્યા. તે ૧૧ બોલમાં ૨૧ રન બનાવી અણનમ રહ્યો. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસ અને ઝામ્પાએ અન્ય વિકેટ લીધી, જ્યારે ઝેવિયર બાર્ટલેટ અને સ્ટોઇનિસે એક-એક વિકેટ લીધી.