ભારતીય શેરબજાર આજે બુધવારે વધારા સાથે બંધ થયું. સતત ત્રણ દિવસના ઘટાડા બાદ, આજે બજારમાં થયેલા આ વધારાથી રોકાણકારોને ૨ લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ ૦.૩૨ ટકા અથવા ૨૬૦ પોઈન્ટના વધારા સાથે ૮૦,૯૯૮ પર બંધ થયો. બજાર બંધ થવાના સમયે, સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૯ શેર લીલા રંગમાં અને ૧૧ લાલ રંગમાં હતા. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી ૦.૩૨ ટકા અથવા ૭૭ પોઈન્ટના વધારા સાથે ૨૪,૬૨૦ પર બંધ થયો. દ્ગજીઈ પર ટ્રેડ થતા ૨૯૭૮ શેરોમાંથી આજે ૧૬૫૦ શેર લીલા રંગમાં, ૧૨૩૬ લાલ રંગમાં અને ૯૨ શેર કોઈ ફેરફાર વિના બંધ થયા.
સેન્સેક્સ પેકના શેરોની વાત કરીએ તો, સૌથી વધુ વધારો ઝોમેટો, ઇન્ડસઇન્ડ બેંક, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, રિલાયન્સ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ,એચડીએફસી બેંક, એચયુએલ, ઇન્ફોસિસ, મારુતિ, એનટીપીસી, મહિન્દ્રા અને મહિન્દ્રા, પાવરગ્રીડ, નેસ્લે ઇન્ડિયા, બજાજ ફાઇનાન્સ, અદાણી પોર્ટ્સ, કોટક બેંક અને આઇટીસીમાં જાવા મળ્યો. તે જ સમયે, એકસીસ બેંક, ટીસીએસ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાઇટન, એચસીએલ ટેક,એસબીઆઇ,આઇસીઆઇસીઆઇ બેંક, સન ફાર્મા, એશિયન પેઇન્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં ઘટાડો થયો.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, નિફ્ટી મિડસ્મોલ આઇટી અને ટેલિકોમમાં સૌથી વધુ ૦.૯૦ ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત, નિફ્ટી મિડસ્મોલ ફાઇનાન્શીયલ સર્વિસીસ ૦.૩૪ ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર ૦.૩૫ ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ૦.૬૩ ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૨૧ ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ ૦.૨૦ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંક ૦.૦૮ ટકા, નિફ્ટી પીએસયુ બેંક ૦.૨૭ ટકા, નિફ્ટી ફાર્મા ૦.૦૮ ટકા, નિફ્ટી મેટલ ૦.૬૦ ટકા, નિફ્ટી મીડિયા ૦.૦૮ ટકા, નિફ્ટી આઇટી ૦.૩૧ ટકા, નિફ્ટી એફએમસીજી ૦.૧૩ ટકા અને નિફ્ટી ઓટો ૦.૨૭ ટકા વધ્યા હતા. આ ઉપરાંત, નિફ્ટી રિયલ્ટી ૦.૫૮ ટકા ઘટ્યો.