તાજેતરમાં ૧૫મી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર ગુજરાત વિધાનસભાનું વર્ષ ૨૦૨૬ અને ૨૭નું બજેટ સત્ર સંપન્ન થયું છે. આ સત્ર દરમ્યાન રાજ્યના વિકાસ અને વહીવટને લગતી અનેક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬થી ૨૫મી માર્ચ સુધી ચાલેલા આ સત્રમાં કુલ ૨૭ બેઠકો મળી હતી. જે દરમિયાન ગૃહમાં ૧૧૪ કલાક અને ૦૫ મિનિટ સુધી સઘન ચર્ચાઓ ચાલી હતી. જે અંતર્ગત આ સત્રની સૌથી મોટું નાણાકીય વર્ષ ૨૦૨૬ અને ૨૭ માટે રજૂ થયું હતું.
વર્ષ ૨૦૨૬ અને ૨૭નું રૂ. ૪,૦૮,૦૫૨.૮૭ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા અને વિવિધ વિભાગોની ૫૩ માંગણીઓ પર મતદાન માટે કુલ ૧૨ દિવસ ફાળવવામાં આવ્યા હતા. આ સત્ર દરમિયાન ેંઝ્રઝ્ર ધ યુનિફોર્મ સિવિલ કોડ, ગુજરાત વિનિયોગ વિધેયક, ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ મેરેજીસ નિયમોમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારા, અશાંત ધારા અધિનિયમ સુધારા સૂચવતું વિધેયક, ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ સુધારા વિધેયક,પીપીપી મોડલ દ્વારા વૃક્ષારોપણ જેમાં પર્યાવરણની જાળવણી અને રાજ્યમાં હરિયાળી વધારવાના અધિનિયમ, ધી ગુજરાત ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) (સુધારા) વિધેયક સહિત કુલ ૧૦ સરકારી વિધેયકો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા.
એક ઐતિહાસિક પ્રસ્તાવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રજૂ કરાયેલી વંદે માતરમ્‌ ગાનના ૧૫૦ વર્ષની ઉજવણી અંગેના સરકારી પ્રસ્તાવને ગૃહમાં સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગૃહમાં ૪ બિન-સરકારી સંકલ્પો પર ચર્ચા કરી તેનો સ્વીકાર કરાયો હતો.
વિધાનસભા ગૃહમાં પ્રજાલક્ષી મહત્વની બાબતો પર નિયમ ૪૪ અન્વયે બે મહત્વના નિવેદનો કરવામાં આવ્યા હતા. જેમ કે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારા તેમજ વન મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા પીપીપી મોડલ થકી રાજ્યમાં વૃક્ષ આચ્છાદન વધારવા ચર્ચા યોજાઇ હતી. વિધાનસભા સત્ર દરમિયાન ૨૧૨૦ તારાંકિત પ્રશ્નોમાંથી ૨૪૭ પ્રશ્નોની મૌખિક ચર્ચા કરવામાં આવી હતી. સંસદીય સમિતિઓની કામગીરીના ભાગરૂપે અંદાજ સમિતિ, જાહેર હિસાબ સમિતિ અને પંચાયતી રાજ સમિતિ જેવી મહત્વની સમિતિઓ માટે ૧૫ – ૧૫ સભ્યોની ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ સત્ર દરમિયાન વિવિધ બોર્ડ-કોર્પોરેશનના ૭૩ અહેવાલો અને ઓડિટ અહેવાલો ગૃહના મેજ પર મૂકવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, લોકશાહીના આ મહાપર્વની કાર્યવાહી નિહાળવા માટે રાજ્યભરમાંથી ૪૯,૨૨૯ જેટલા પ્રેક્ષકો વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા.