તા. ૦૧/૧૨/૨૦૨૨ના રોજ ગીર સોમનાથ પોલીસે લાંબા સમયથી નાસતા ફરતા ટોપ–૦૫ આરોપીઓની યાદી જાહેર કરી હતી અને દરેક પર રૂ.૧૦,૦૦૦નું ઇનામ મૂકવામાં આવ્યું હતું. એ યાદીમાં સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર અપહરણ અને બળાત્કારના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી ફરાર લાલશાહી આરોપીનો પણ સમાવેશ હતો. એસપી જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો. ઇન્સ્પેક્ટર એસ.વી. રાજપૂત, એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા તથા ટીમે ટેકનિકલ માહિતીના આધારે બિહારમાં ગુપ્ત ઓપરેશન કર્યું. ટીમને મોટી સફળતા મળતાં આરોપીને બિહાર ખાતેથી ઝડપીને ગીર સોમનાથમાં લાવવામાં આવ્યો.