આ ઓગસ્ટ મહિનામાં, તમને રાત્રે આકાશમાં પર્સિડ ઉલ્કાવર્ષા જોવા મળશે અને તેની સાથે, તમે આ રાત્રે આકાશમાં ઘણી બધી વસ્તુઓ બનતી જોશો. સરળ ભાષામાં કહીએ તો, આ ઓગસ્ટ મહિનો એવા લોકો માટે ખૂબ જ ખાસ રહેશે જેમને આકાશ જોવાનું ગમે છે.
દર વર્ષે ઉલ્કાઓનો વરસાદ થાય છે અને આ દૃશ્ય ખૂબ જ સુંદર હોય છે. આ વર્ષે પર્સિડ ઉલ્કા ૧૨ અને ૧૩ ઓગસ્ટની રાત્રે સારી રીતે જોવા મળશે. તમને જણાવી દઈએ કે ઉલ્કાઓનો વરસાદ જુલાઈથી શરૂ થઈ અને ૨૪ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, પરંતુ ૧૨ અને ૧૩ ઓગસ્ટની રાત્રે, તમે દર ૨-૪ મિનિટે આ દૃશ્ય જોશો. આ બે રાત્રે, તમે દર કલાકે લગભગ ૧૫૦ ઉલ્કાઓ જોઈ શકો છો. જો કે, આ વખતે પૂર્ણિમાને કારણે, શક્ય છે કે આ ઉલ્કાઓની ચમક ઓછી થઈ જાય અને જેના કારણે તેમને જાવામાં થોડી મુશ્કેલી પડી શકે.
જો તમે ભારતમાં પર્સિડ ઉલ્કાવર્ષાના નજારાનો આનંદ માણવા માંગતા હો, તો તમારે કોઈ દૂરના ગામ કે અંધારાવાળી જગ્યાએ જવું પડશે. તમને જણાવી દઈએ કે આ ઉલ્કાઓ જોવા માટેનો શ્રેષ્ઠ સમય ૧૩ ઓગસ્ટની રાત હોઈ શકે છે. જો અમે તમને કેટલીક જગ્યાઓ વિશે જણાવીએ, તો આ જગ્યા કચ્છનું રણ, કર્ણાટક અથવા ઉત્તરાખંડના દૂરના વિસ્તારો અને સ્પીતિ જેવા સ્થળો હોઈ શકે છે. ૧૨-૧૩ ઓગસ્ટ સિવાય, જા તમે ઇચ્છો, તો તમે તેને ૧૬ થી ૨૦ ઓગસ્ટની વચ્ચે પણ જોઈ શકો છો.