રાજુલા માર્કેટિંગ યાર્ડમાં એક પુરુષને હું કહું તેમ જ કરવાનું કહીને ગાળો બોલી ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે નજુભાઈ બચુભાઈ ધાખડા (ઉ.વ.૫૨)એ વડલી ગામના હીતેષભાઈ ભરતભાઈ ખુમાણ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા સાહેદો માર્કેટ યાર્ડમાં પોતાની ઓફિસમાં હાજર હતા. તે વખતે તેમની ઓફિસમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા આરોપીએ ઓફિસે આવી ‘હું તમને લોકોને જે કહું તેમજ કરવાનું’ તેમ કહી તેમની તથા સાહેદો સાથે ઝઘડો કર્યો હતો. તેમજ જેમ ફાવે તેમ ગાળો આપી હતી. તેમણે ગાળો બોલવાની ના પાડતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એસ. બાબરીયા વધુ તપાસ કરી રહ્યા છે.