અમરેલી જિલ્લા ભાજપના કાર્યકર્તા હિરેનભાઈ હિરપરાને પ્રદેશ કક્ષાએ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. હિરેનભાઈ હિરપરાની પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. ભૂતકાળમાં હિરેનભાઈ હિરપરા જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. આ જવાબદારી બદલ હિરેનભાઈ હિરપરાએ દેશના વડાપ્રધાનથી લઇને ગુજરાતના નેતૃત્વના તમામ નેતાઓનો આભાર માન્યો હતો. ભાજપના શાસનમાં છેવાડાના અને નાના માણસને પણ મોટી જવાબદારી મળે છે તેમ હિરપરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ખેતીપ્રધાન દેશમાં ગામડાના તમામ ખેડૂતોને સરકારની યોજનાઓ અને તેમને મળતા લાભ માટે હંમેશા મારા પ્રયત્નો હશે.