ધારી તાલુકા કક્ષાના કન્યા ખેલ મહાકુંભમાં હિરાવા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ ખેલ મહાકુંભમાં સફળતા મેળવી છે. શાળા તથા ગામનું નામ રોશન કરવા બદલ તેમને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી છે. સફળ થનારી વિદ્યાર્થિનીઓમાં (૧) ડાભી અવની કાળુભાઇ અન્ડર-૧૧ ૫૦ મીટર દોડ બીજો નંબર, (૨) સૈયદ આરઝુ ઇસ્માઇલભાઇ અન્ડર-૧૪ ગોળાફેંકમાં ત્રીજો નંબર અને (૩) સાંખટ રૂષિતા રમેશભાઇ અન્ડર-૧૪ ૧૦૦ મીટર દોડમાં ત્રીજો નંબરનો સમાવેશ થાય છે.






































