ધારી તાલુકા કક્ષાના કુમાર ખેલ મહાકુંભમાં હિરાવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. તેમને શાળા તથા ગામનું નામ રોશન કરવા બદલ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. સફળ થનારા વિદ્યાર્થીઓમાં (૧) ગોહિલ વિરલ કમલેશભાઈએ અન્ડર-૧૪માં દોડ ૪૦૦ મીટર સ્પર્ધામાં પ્રથમ તથા દોડ ૧૦૦ મીટર સ્પર્ધામાં બીજો નંબર મેળવેલ છે. જ્યારે (૨) ડાભી જય અરવિંદભાઇએ અન્ડર-૦૯ દોડ ૩૦ મીટર સ્પર્ધામાં બીજો નંબર તથા સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં બીજો નંબર મેળવેલ છે.