સાબરકાંઠામાં દુષ્કર્મના આરોપીએ ગળાફાંસો ખાઈ લેતા ચકચાર મચી છે. આરોપીએ હિમતનગર સબજેલમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તપાસમાં આરોપીએ જેલના ટોયલેટમાં વેન્ટીલેશનના સળિયા સાથે ગળાફાંસો ખાધો હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં આરોપીના પિતા સામે ખોટાદસ્તાવેજ રજૂ કરવામાં આવતા પિતા સામે ફરિયાદ નોંધાઈ હતી.
પિતા સામે ગુનો નોંધાતા આરોપીએ ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. આરોપી સામે પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા માટે અમદાવાદ મોકલ્યો છે.