ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે પર ૭ જાન્યુઆરીએ કોડીનાર નજીક થયેલા હિટ એન્ડ રન કેસનો ગીર સોમનાથ પોલીસે ભેદ ઉકેલ્યો છે. એસ.પી. જયદિપસિંહ જાડેજાની સૂચનાથી કોડીનાર પોલીસએ સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી ૫૪ વાહનોની ટાઇમલાઇન અને ૧૦૦થી વધુ લોકોની પૂછપરછ બાદ ૧૬ વ્હીલના ટ્રક સાથે આરોપી લાલાભાઇ ચાવડાને ઝડપી લીધો. મૃતકની ઓળખ સૈયદભાઇ મકવાણા તરીકે થઈ છે. આરોપી સામે મ્દ્ગજી અને મોટર વાહન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે.