હવે તો ‘ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ’ બોલે છે. શ્રી રામનું ભવ્ય મંદિર પાંચસો વર્ષના લોહિયાળ અને માથાનું દહીં કરી નાખે તેવી કાર્ટદલીલો અને નકશાને ફાડી નાખવા સહિતના કાર્ટમાં થયેલા નાટક તેમજ શ્રી રામના વંશજ અત્યારે ક્યાં છે તેવા મિ. લાર્ડના પ્રશ્નો પછી બન્યું છે. શ્રી રામ મંદિરમાં પગ મૂકતાં વેંત આ ઇતિહાસ જીવંત થઈ જાય છે. અનેક સંતો-મહંતો, સૈનિકો અને હિન્દુ પ્રજાએ બાબર, ઔરંગઝેબ વગેરેના સમયમાં સંઘર્ષ કર્યો, પોતાના પ્રાણને આહૂત કર્યા અને તે પછી ઈ. સ. ૧૯૪૯થી ફરી સંઘર્ષ ચાલુ થયો. સ્વતંત્ર ભારતમાં, હિન્દુઓની બહુમતીમાં અને વિશેષતઃ જ્યારે પંથના આધારે ભાગલા પડ્યા હોય ત્યારે, ભલે ભારત કોઈ થિયોક્રેટ દેશ ન બને, પરંતુ અહીં બીજા બધા જ પંથોની લાગણીનું સન્માન થાય પરંતુ માત્ર હિન્દુઓની જ લાગણીનું સન્માન ન થાય તે કેવું?
ઈ. સ. ૧૯૪૯માં વિવાદિત બનાવી દેવાયેલા ઢાંચામાં શ્રી રામની મૂર્તિ મળી આવે તે પછી મુસ્લિમોએ જ ભાઈચારાના પ્રતીક રૂપે આ સ્થળ હિન્દુઓને સોંપી દીધું હોત તો? આજે તો નિવૃત્તિ પછી ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ પણ કહે છે કે બાબરીનું નિર્માણ મૂળભૂત રીતે જ અપવિત્રીકરણનું એક કાર્ય હતું.
એમાં કહેવામાં કોઈ સંકોચ નથી કે શ્રી રામમંદિર માટેનો માર્ગ સુગમ કરવામાં કેન્દ્રમાં મોદી સરકાર અને ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનો બહુમૂલ્ય ફાળો છે. યોગી સરકારે દસ્તાવેજોનું ઝડપી ભાષાંતર કરાવી આપ્યું. સરકારી કામો કેવી ગતિએ અને કેવી ચોકસાઈથી ઘણી વાર થતાં હોય છે તે બધાં જાણે છે. અને શ્રી રામમંદિર બન્યા પહેલાં પણ યોગી સરકાર આવ્યા પછી અયોધ્યામાં દીપોત્સવ ભવ્ય રીતે શરૂ થયો.
દીપોત્સવ કહો કે દિવાળી, આ તહેવાર પ્રકાશનો છે. તમસ પર પ્રકાશનો વિજય. અસત્ય પર સત્યનો વિજય. કેટકેટલાં જૂઠાણાં અને કેવાં-કેવાં તર્કો શ્રી રામમંદિર ન બને તે માટે કરાયાં? અરવિંદ કેજરીવાલ આણિ મંડળીએ કહ્યું કે ત્યાં હાસ્પિટલ બનાવવી જોઈએ. કોઈએ કહ્યું કે શૌચાલય બનવું જોઈએ ! કોઈએ કુતર્ક આપ્યો કે શ્રી રામમંદિર બનવાથી લોકોને આજીવિકા મળી જશે?
ભારતમાં મંદિર એ આધ્યાત્મિક ચેતના જાગૃતિનું સ્થળ તો છે જ, સાથે આધ્યાત્મિક પ્રવાસનનું કેન્દ્ર છે. ભારતને જોડે છે. અયોધ્યાની મુલાકાત માત્ર ઉત્તર ભારતીયો જ નથી કરતા, દક્ષિણના લોકો પણ કરે છે. આ જ રીતે શ્રી રામેશ્વરમ્ની યાત્રા માત્ર દક્ષિણના લોકો જ નથી કરતા, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમના શ્રદ્ધાળુઓ પણ કરે છે. રાજકીય રીતે અનેક રજવાડાં ભલે હતાં પરંતુ આધ્યાત્મિક અને
સાંસ્કૃતિક રીતે ભારતની અખંડતાનો આ પુરાવો વર્ષોથી રહ્યો છે. મંદિરની સાથે અર્થવ્યવસ્થા જોડાયેલી છે. તેમાં ભારતને ભારત તરીકે જાળવી રાખવાની ચાવી છુપાયેલી છે. આના માટે આઈઆઈએમ કાશીપુરના ચૅરમેન સંદીપસિંહનાં ‘અર્થવ્યવસ્થા આૅફ મંદિર’ અને ‘મંદિર કે લિયે એક દશક’ પુસ્તકો વાંચવાં જોઈએ.
હિન્દુ ધર્મની કોઈ પણ બાબત આવે એટલે મિ. લાર્ડથી માંડીને પર્યાવરણવાદી, ફિલ્મ કલાકારો, શિક્ષણવિદો અને મીડિયા પ્રશ્નો ઉઠાવવા લાગે છે. આની પાછળ શો તર્ક? આના કરતાં નિર્ધનોની સહાય કરવી જોઈએ. આનો ઉલ્લેખ હિન્દુ ધર્મગ્રંથોમાં ક્યાં છે? એમાં કોઈ ના નથી કે નવરાત્રિનું પાર્ટી પ્લાટકરણ થયું છે અને તેમાં અભદ્ર ઉર્દૂવુડિયા ગીત પર અભદ્ર કપડાંમાં જે નાચ થાય છે અને હવે તો અભદ્ર ચેષ્ટા પણ થાય છે કે ગણેશચતુર્થીથી વિસર્જન દરમિયાન કે ઇવન, કેટલીક જગ્યાએ શ્રી રામલીલાના નામે જે અભદ્ર નાચ થાય છે તેનો વિરોધ હોવો જોઈએ, પરંતુ જે સાત્વિક અને તાિ¥વક અથવા નિર્દોષ મનોરંજનત્વિક બાબતો છે તેનોય વિરોધ? દા. ત. દિવાળી આવે એટલે પૂછવામાં આવે છે કે તેનો ધર્મગ્રંથોમાં ક્યાં ઉલ્લેખ છે?
દિવાળી પર ફટાકડા ફોડવાનો ઉલ્લેખ ક્યાં છે? દિવાળી આવે એટલે આવા પ્રશ્નોનો મારો ચાલુ થઈ જાય છે. બીજા તહેવારો પર જે તે પંથના લોકોની આસ્થા પર પ્રશ્નો કરવાનું સાહસ કોઈ કરી શકતું નથી. પેટાની હિન્દુ ધર્મલક્ષી જાહેરખબરો ઈદ પર અને ક્રિસમસ પર બંધ થઈ જાય છે. બહુ જ ઘૃણાથી ‘પટાખે મત જલાઈએ’ કહેતી આલિયા ભટ્ટ ઈદ પર મૌન સેવી લે છે. સોનાક્ષી સિંહા અને સ્વરા ભાસ્કરો ઈદ અને ઈશુના નવા વર્ષ પર હરખઘેલી થઈ જાય છે.
દર દિવાળી પહેલાં ભાદરવામાં અચૂક રીતે સર્વોચ્ચમાં યાચિકા નાખી દેવામાં આવે છે કે ફટાકડા પર પ્રતિબંધ મૂકો. ફટાકડા પર પ્રતિબંધ મૂકવા એ રાજ્ય અથવા કેન્દ્ર સરકારનું કામ છે, પરંતુ ૨૦૧૪ પછી હિન્દુ તહેવારો પર પ્રતિબંધ મૂકવા, અથવા બાન્ડ દ્વારા રાજકીય પક્ષો માટે નાણાં કાયદેસર ઉઘરાવવાં, વગેરે જેવી અનેક બાબતોમાં સર્વોચ્ચ માનનીયો જ નિર્ણય લેવા લાગ્યા છે. ઘણા એવી દલીલ કરે છે કે સર્વોચ્ચ માનનીયોએ જ શ્રી રામમંદિરનો ચુકાદો પણ આપ્યો છે અને અનુચ્છેદ ૩૭૦ દૂર કરવાને પણ અનુમોદન આપ્યું છે. પરંતુ આવાં બેચાર ઉદાહરણોની સામે અસંખ્ય ઉદાહરણો એવાં છે જેમાં હિન્દુઓની બાબતો હોય ત્યારે સર્વોચ્ચ માનનીયોનું એક વલણ હોય અને એવી જ બીજા પંથની બાબતો હોય ત્યારે સર્વોચ્ચ માનનીયોનું બીજા પ્રકારનું અથવા કહો કે વિરુદ્ધ વલણ હોય. બીજા પંથની બાબતમાં તો ઘણી વાર યાચિકા તો અસ્વીકારી જ દેવાય છે, સાથે યાચિકાકર્તાને ફટકાર પણ લગાવવામાં આવે છે અને કેટલીક વાર દંડ કરવામાં આવે છે.
જાણીતા હિન્દુવાદી અધિવક્તા અશ્વિની ઉપાધ્યાયના પુત્ર નિખિલ ઉપાધ્યાયે વક્ફ બાર્ડ અધિનિયમ વિરુદ્ધ ન્યાયાલયમાં યાચિકા કરી ત્યારે મિ. લાર્ડે શું પૂછ્યું, ખબર છે? “૧૯૯૫ના અધિનિયમને ૨૦૨૫માં કેમ પડકારો છો?” આ જ સર્વોચ્ચ માનનીયો ૨૦૧૭ અને પછી ૨૦૨૨માં કાશ્મીરમાં ઈ. સ. ૧૯૯૦માં થયેલા હિન્દુઓના નરસંહારની યાચિકાને પણ આવો જ તર્ક આપી ફગાવી દે છે કે આને બહુ વર્ષો થઈ ગયાં, પરંતુ એ જ સમયગાળામાં એટલે કે વર્ષ ૨૦૧૮માં, ૧૯૮૪માં કાંગ્રેસના ગુંડાઓ દ્વારા તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાના બદલા રૂપે કરાયેલા શીખ નરસંહારની વિશેષ તપાસ ટુકડી (એસઆઈટી) દ્વારા પુનઃતપાસનો આદેશ આપી શકે છે. આ આદેશ અપાવો જ જોઈએ, પરંતુ ત્યારે સર્વોચ્ચ માનનીયો એમ નથી કહેતાં કે આને ૩૪ વર્ષ થઈ ગયાં, હવે આ પ્રકરણ બંધ કરો. જ્યારે કાશ્મીરમાં ૧૯૯૦માં થયેલાં હિન્દુ નરસંહાર બાબતે આવું કહી શકે છે.
ભારતમાં ફિલ્મ કલાકારો, પર્યાવરણવાદીઓ, એનજીઓ, શિક્ષણ જગત, મીડિયા, રેશનાલિસ્ટ, લેફિ્ટસ્ટ અને સર્વોચ્ચ માનનીયો – આ બધાં હિન્દુઓની બાબત આવે ત્યારે હિન્દુ વિરોધી વલણ અપનાવે છે. આ વખતે તો અતિ એ થઈ ગઈ કે ‘જનસત્તા’માં પર્યાવરણને અનુકૂળ ‘લીલા’ ફટાકડા સામે પણ પ્રશ્નો કરવામાં આવ્યા ! આ તો સાત પૂંછડિયા ઉંદર જેવું થયું. પહેલાં પર્યાવરણના નામે ફટાકડા સામે વિરોધ અને પછી પર્યાવરણને અનુકૂળ લીલા ફટાકડા સામે પણ પ્રશ્નો! ટૂંકમાં, હિન્દુ તહેવારોની હિન્દુ વિધિથી ઉજવણી ન કરો તેવું આ લોકો ઇચ્છે છે. હા, નવરાત્રિમાં વિકૃતિકરણ થાય છે તેનો તેમને વિરોધ નથી. ગણેશચતુર્થીનો વિરોધ નથી કારણકે ત્યાં શિવસેના અને મનસે દંડાવાળી કરે છે. આનું પરિણામ ક્યારેક હિન્દુ સંગઠન પર પણ અસર કરી જાય છે જ્યારે સરસંઘચાલકજી એમ કહે છે કે હવે બધી મસ્જિદોમાં મંદિર શોધવાની આવશ્યકતા નથી. ઇઝરાયેલ આટલાં વર્ષોના સંઘર્ષ પછી પણ ઇરાન, હમાસ, હિઝબુલ્લાહ એટલે કે લેબેનોન, આ બધા વિરુદ્ધ સંઘર્ષ ચાલુ જ રાખે છે. યહૂદીઓ થાકતા નથી. પરંતુ હિન્દુ સંગઠનો હવે થાકી ગયાં લાગે છે. આંદોલન ન કરે તો વાંધો નથી, પરંતુ જે કરે છે તેમનું મનોબળ શા માટે ઘટાડો છો? તેમને પછી વિરોધીઓ તો ટોણા મારે જ છે, પરંતુ હિન્દુવાદીઓમાં પણ બે ફાંટા પડી જાય છે. એક વર્ગ કહે છે કે સરસંઘચાલકજીએ કહ્યું છે એટલે હવે આપણે શ્રી રામમંદિરથી સંતોષ માની લેવાનો છે.
દિવાળીનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં છે જ. દિવાળી એવું નામ ન હોય તે જુદી વાત છે, પરંતુ જ્યારે શ્રી રામ અયોધ્યામાં પાછા ફર્યા ત્યારે શું થયું હતું?
दैवतानि च सर्वाणि चैत्यानि नगरस्य च भ्
सुगन्धमाल्यैर्वादित्रैरर्चन्तह्ञ्ज शुचयो नराः भ्भ् ६-१२७-२
શ્રી રામના પુનરાગમનના સમાચાર સાંભળી ભરતે શત્રુÎનને સૂચના આપી હતી કે “સર્વ માણસો તેમના કુળદેવતાની પૂજા કરે, નગરમાં સુગંધી ફૂલો બિછાવવામાં આવે અને સંગીતનાં વાદ્યોની સાથે લોકો ઉમટી પડે.”
सूताः स्तुतिपुराणज्ञाह् सर्वे वैतालिकास्तथा भ्
सर्वे वादित्रकुशला गणिकाश्चैव संघशः भ्भ् ६-१२७-३
राव्द्मदारास्तथामात्याः सैन्याः सेनागणाङ्गनाः भ्
ब्राह्मणाश्च सराव्द्मन्याः श्रेणिमुख्यास्तथा गणाः भ्भ् ६-१२७-४
अभिनिर्यान्तु रामस्य द्रष्टुं शशिनिभं
“ભાટ-ચારણો, ગણિકાઓ, માતાઓ, મંત્રીઓ, સૈનિકો અને તેમની પત્નીઓ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વેપારીઓ, હસ્તકળા કારીગરોને શ્રી રામના સ્વાગતમાં બોલાવવામાં આવે.”
समीकुरुत निम्नानि विषमाणि समानि च भ्भ् ६-१२७-६
स्थानानि च निरस्यन्तां नन्दिग्रामादितः परम् भ्
“નંદીગ્રામથી અયોધ્યાનો પથ સમતળ કરવામાં આવે. ઉબડખાબડ રસ્તાને સરખા કરવામાં આવે.”
सिञ्चन्तह्ञ्ज पृथिवीं कृह्वह्लत्स्नां हिमशीतेन वारिणा भ्भ् ६-१२७-७
ततोत्र्अम्प्;त्र्अम्प्;अभ्यवकिह्वह्लरंस्त्वन्ये लाजैः पुष्पैश्च सर्वतः ।
“સમગ્ર ક્ષેત્રમાં બરફ જેવું ઠંડું પાણી છાંટો. બીજા કેટલાક લોકો તેના પર સૂકાયેલું અનાજ અને ફૂલો બિછાવી દે.”
समुच्छ्रितपताकह्वह्लास्तह्ञ्ज रथ्याः पुरवरोत्तमे भ्भ् ६-१२७-८
शोभयन्तह्ञ्ज च वेश्मानि सूर्यस्योदयनं प्रति भ्
“અયોધ્યાની શેરીઓમાં ઝંડીઓ લગાવવામાં આવે. રસ્તા પર આવેલાં ઘરોને સૂર્યોદય થાય ત્યાં સુધી શણગારવામાં આવે.”
समुच्छ्रितपताकह्वह्लास्तह्ञ्ज रथ्याः पुरवरोत्तमे भ्भ् ६-१२७-८
शोभयन्तह्ञ्ज च वेश्मानि सूर्यस्योदयनं प्रति भ् भ्
“રાજવી માર્ગ પર સેંકડો લોકો પાંચ સુગંધિત રંગો છાંટે, ફૂલોનાં હાર ટીંગાડવામાં આવે અને છૂટાં ફૂલો પણ વિખેરવામાં આવે.”
દિવાળીનો ઉલ્લેખ પદ્મપુરાણમાં આ રીતે છેઃ
“तैले लक्ष्मीर्जले गंगा दीपावल्यां चतुर्दशीम् ।
प्राप्तः स्नानं हियः कुह्वह्लर्याद्ब्र્धमलोकंह्वह्ल न पश्यति ८।
ચતુર્દશી (ચૌદશ)એ મા લક્ષ્મી તેલ પર અને ગંગા નદીના પાણી પર રહેશે. જે લોકો આનો સવારે ઉપયોગ કરશે તેમને યમલોક જોવું નહીં પડે.
સ્કંદ પુરાણમાં કહેવાયું છેઃ
“तुलासंस्थेय सहस्रांशौ प्रदोषेय भूतदर्शयोः। उल्क हस्त नरः कुर्युह पितृणाम मार्ग दर्शनम्॥”
જ્યારે સૂર્ય તુલા રાશિમાં હોય છે ત્યારે પ્રદોષ કાળ અને અમાવસ્યાના દિવસે હાથમાં ઉલ્કા (મશાલ) લઈને પિતૃઓનું માર્ગદર્શન કરવું જોઈએ.
અને એટલે જ દીપ પ્રજ્વલન ઉપરાંત ફટાકડા ફોડવામાં આવે છે. પરંતુ આ વખતે સર્વોચ્ચ માનનીયોએ તો દિલ્લીમાં પ્રદૂષણના નામે ફટાકડા પર પ્રતિબંધ મૂકી દીધા અને આ વખતે દિલ્લીમાં આઆપના બદલે ભાજપ સરકાર આવી અને તેણે પર્યાવરણને અનુકૂળ એટલે કે લીલા ફટાકડા પર છૂટ માગી એટલે ‘ચાલો, તમે પ્રસન્ન રહો’ તેમ છૂટ આપી છે, પરંતુ અગાઉની સુનાવણીમાં તો સર્વોચ્ચ માનનીયોએ ‘દિલ્લી જ શું કામ, સમગ્ર ભારતમાં પ્રતિબંધ મૂકી દેવો જોઈએ’ તેવી ટીપ્પણી કરી હતી. ફટાકડાથી ઘણાને શ્વાસમાં તકલીફ થતી હોય છે તે સ્વીકાર્યું પરંતુ શું ફટાકડા માત્ર દિવાળી પર જ પ્રદૂષણ ફેલાવે છે? ક્રિસમસ પર નહીં? ભારત-પાકિસ્તાન કે અન્ય મેચોમાં ભારતના વિજય વખતે ફૂટે ત્યારે નહીં? વરઘોડામાં ફૂટે ત્યારે નહીં? ચૂંટણીમાં જીત થાય ત્યારે સમર્થકો દ્વારા ફોડાય ત્યારે નહીં? અને ગુજરાતની ભાજપ સરકાર પણ હિન્દુઓ પર ઉપકાર કરતી હોય તેમ દર વર્ષે નવરાત્રિએ પહેલાં બાર વાગ્યા સુધીનો આદેશ પોલીસ દ્વારા બહાર પડાવડાવે અને પછી ગૃહ રાજ્ય પ્રધાન આખી રાત રમજો તેવી છૂટ આપે, દર દિવાળીએ રાત્રે માત્ર આઠથી દસ જ ફટાકડા ફોડવાનો જાહેર પત્ર બહાર પડાવે.
આજે લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. નોકરિયાત અને ધંધાર્થી બંને રાત્રે ૯ વાગે તો ઘરે પહોંચતા હોય છે. તે પછી જમે. અને પછી બાળકોને ફટાકડા ફોડવા લઈ જાય. ત્યાં સુધીમાં તો ‘સમય સમાપ્તિ કી ઘોષણા’ જાહેરપત્ર દ્વારા થઈ ગઈ હોય. સરકારના કૃપાયાચકો જે હિન્દુવાદી હોવાનો ઢોંગ કરે છે તે એમ કહી શકે કે જાહેરપત્ર બહાર પડાય છે પણ તેનું ચુસ્ત ક્રિયાન્વયન ક્યાં કરવામાં આવે છે? તો ઉત્તર એ છે કે પણ તેની જોગવાઈ તો રહે જ ને. કોઈ ફરિયાદ કરે તો પોલીસને કાર્યવાહી કરવી પડે. અને રાત્રે આઠથી દસ ફટાકડા ફોડવાથી પ્રદૂષણ ઓછું થશે?
લગ્નસરામાં વરઘોડામાં રાત્રે આઠથી દસ જ ફટાકડા ફૂટશે? ચૂંટણીમાં વિજેતા બનનારાઓના સમર્થકો રાત્રે આઠથી દસમાં જ ફટાકડા ફોડશે? ઈશુનું નવું વર્ષ ઉજવતા લોકો માત્ર રાત્રે આઠથી દસ જ ફટાકડા ફોડશે? ભારતની ક્રિકેટ મેચો રાત્રે રમાતી હોય છે અને અગિયાર વાગ્યા આસપાસ પૂરી થતી હોય છે. તો શું તેમાં વિજય પછી રાત્રે આઠથી દસ દરમિયાન ફટાકડા ફૂટે છે?
કહેવાનો અર્થ એ છે કે સર્વોચ્ચ માનનીયો, ફિલ્મ કલાકારો, પર્યાવરણવાદીઓ, મીડિયા વગેરે તો સમજાય પણ ભાજપ પોતાને હિન્દુવાદી કહેવડાવે છે તો હિન્દુઓ જાણે ઓશિયાળા હોય અને પોતે તેના પર ઉપકાર કરતી હોય તેમ રાતના આઠથી દસની છૂટનો આદેશ કેમ આપે છે?









































