હરિભક્ત હોવાનો ડોળ કરીને સ્વામિનારાયણ મંદિરમાં માનતા પૂરી કરવાના બહાને દાગીના પડાવી લેતા શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીએ ડાયાલિસિસની સારવાર માટે થતા ખર્ચને પહોંચી વળવા માટે આ રીતે છેતરપિંડી આચરતો હોવાની કબૂલાત કરી છે. જાકે અત્યાર સુધીમાં તેણે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ૧૫ જેટલા ગુના આચર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. શહેરના વાસણા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં માનતા પૂરી કરવાના બહાને નમૂના માટે ૫૧ ગ્રામ સોનાનો હાર જાવા લઈ જવાનું કહીને ફરાર થયેલા શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.ક્રાઈમ બ્રાન્ચે મૂળ જેતપુરના રહેવાસી શૈલેષ ઉંઘાડની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે સોનાનો હાર અને એÂક્ટવા કબજે કર્યું છે. આરોપી પોતે હરિભક્ત હોવાનો ડોળ કરતો હતો અને મંદિરના વ્યવસ્થાપન સાથે જાડાયેલ વ્યક્તિનો સંપર્ક કરીને અલગ અલગ બહાના હેઠળ જેમ કે માનતા પૂરી કરવા, તેનો સંકલ્પ પૂરો થયો છે તેના માટે સોનાનો હાર ચઢાવવાનો હોવાનું કહીને નમૂના પેટે હાર જાવા માંગતો હતો. બાદમાં તેની પત્ની મંદિરની બહાર ઊભા છે, આમ હાર તેમને બતાવવાના બહાને લઈ જઈને ફરાર થઈ જતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગૂગલ પરથી મંદિરનું સરનામું અને સંપર્ક નંબર મેળવતો હતો. પકડાયેલા આરોપીએ અગાઉ પણ પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત, જૂનાગઢ, ભુજ અને વડોદરા સહિત અલગ અલગ શહેરોમાં ૧૩ જેટલા ગુના આચર્યા છે. આરોપીની બંને કિડની ફેલ અને હાર્ટની પણ તકલીફો હોવાને કારણે તેને ડાયાલિસિસ અને અન્ય દવાનો ખર્ચ કરવાનો હોય છે અને તે ખર્ચા પહોંચી વળવા માટે તેણે આ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી શરૂ કરી હોવાનું કહી રહ્યો છે.આરોપીઓ જે તે વ્યક્તિને વિશ્વાસમાં લેવા માટે જ્યારે કિંમતી વસ્તુ કોઈને બતાવવાના બહાને લઈ જાય તો સિક્્યુરિટી પેટે કેટલીક રકમનો ચેક પણ આપતા હતા. પકડાયેલ આરોપીની સાથે મદદગારીમાં રહેતા અન્ય એક આરોપી કલ્પેશ વોરાનું નામ પણ સામે આવ્યું છે, જે હાલ ફરાર છે. પકડાયેલ આરોપી શૈલેષ હરિભક્ત હોવાનો ડોળ કરીને સામેની વ્યક્તિને વિશ્વાસમાં લેતો હતો જ્યારે કલ્પેશ સિક્્યુરિટી પેટે આપવા માટે ચેકની વ્યવસ્થા કરતો હતો. વાસણા મંદિરમાં પણ તેઓએ ૬,૫૧,૦૦૦ રૂપિયાનો ચેક આપ્યો હતો. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને તેણે આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.