ભારત દર વર્ષે ૧૫ ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે. આ વર્ષે દેશ તેના ૭૯મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સ્વતંત્રતા દિવસ પર આખો દેશ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે તે છે લાલ કિલ્લા પર વડાપ્રધાનનું ભાષણ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ૧૨મી વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરવાના છે. પીએમ મોદીએ હવે આ ભાષણ અથવા સંબોધન માટે જનતા પાસેથી ખાસ મદદ માંગી છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં, તેમણે સ્વતંત્રતા દિવસના ભાષણ માટે જનતા પાસેથી તેમના મંતવ્યો માંગ્યા છે. પીએમ મોદીએ તેમની પોસ્ટમાં કહ્યું – “આ વર્ષના સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે, હું મારા સાથી ભારતીયો પાસેથી સાંભળવા આતુર છું! આ વર્ષના સ્વતંત્રતા દિવસના ભાષણમાં તમે કયા વિષયો અથવા વિચારો પ્રતિબિંબિત જોવા માંગો છો?”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ પણ જણાવ્યું છે કે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં લાલ કિલ્લા પરથી ભાષણ માટે ભારતના લોકો ક્યાં પોતાનો અભિપ્રાય આપી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે લોકો માયગો અને નમો એપ પર ખુલ્લા મંચ પર પોતાના વિચારો શેર કરી શકે છે.
સૂત્રોને ટાંકીને માહિતી મળી છે કે દિલ્હી પોલીસે સ્વતંત્રતા દિવસ પહેલા હોટલ, રેલ્વે સ્ટેશન અને બસ ટર્મિનલ સહિત શહેરના મુખ્ય સ્થળોએ વ્યાપક તપાસ અભિયાન હાથ ધર્યું છે અને ૧૦૦ થી વધુ સ્થળોએ સુરક્ષામાં ખામીઓ શોધી કાઢી છે. દિલ્હીના વિવિધ ભાગોમાં પાંચ દિવસની સુરક્ષા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન, હોટલ, પા‹કગ, મેટ્રો સ્ટેશનોની નજીકના સ્થળો, મેટ્રો સ્ટેશનો પર સ્થિત ખાણીપીણીની દુકાનો, રેલ્વે સ્ટેશનો નજીકના અનેક સંકુલ, બસ સ્ટેન્ડ અને અન્ય ઘણી સંસ્થાઓમાં બિન-કાર્યક્ષમ સીસીટીવી કેમેરા ઓળખવામાં આવ્યા હતા.